KidsOut World Stories

સુંદરી પરી (બ્યૂટી) Trudi Barber    
Previous page
Next page

સુંદરી પરી (બ્યૂટી)

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

સુંદરી પરી (બ્યૂટી)

 

 

A snake basket

 

 

 

 

 

 


‘હું એક બાળક ઇચ્છુ છું,’ આદાબે એક દિવસ માગણી કરી. ‘હું હમણાં એક બાળક ઇચ્છુ છું. હું યુવાન અને સુંદર છું અને હું પરીણિત છું. હું ખૂબ વૃદ્ધ થઇ જાઉં અને ભૂતકાળ બની જાઉં તે પહેલાં મને એક બાળકની જરૂર છે.’

તેણીના પતિ, અરીંજય, એક ઊંડા નિસાસા સાથે શરામાયા. તેણે કારણ આપ્યું કે, ‘તમે જે ઇચ્છતા હો તે હંમેશા તમને મળી ન શકે.’ 

તેણીએ ચીસ પાડી, ‘પરંતુ હું હમણાં એક બાળક ઇચ્છુ છું!’

આખરે, અરીંજય નરમ થયાં અને દંપતિએ એક બાળક માટે પ્રયાસ કર્યો. વર્ષો સુધી તેમણે પ્રયત્ન કર્યા પરંતુ કંઇ થયું નહીં. દરરોજ - સવારે, બપોરે અને રાત્રે - તેમણે ઇશ્વરને પ્રાર્થના કરી. તેમણે સ્થાનિક મદારી, શબ્દકોષને, પણ પ્રાર્થના કરી જેમને દેવતાઓ દ્વારા પ્રભાવિત એક પવિત્ર માણસ માનવામાં આવ્યાં હતા, પરંતુ હજુ કોઇ બાળક નહોતું.

આદાબના માતાપિતાએ તેણીના પતિની તેણી માટે પસંદગી કરી હતી કારણ કે તે તેમની સંસ્કૃતિ અને પરંપરાનો એક સ્વીકૃત ભાગ હતો. પરંતુ આદાબ હંમેશા તેમના પસંદગી અંગે ક્રોધિત હતી કારણ કે અરીંજય ખૂબ વૃદ્ધ હતા. તેમનો દેખાવ સારો ન હતો અને તેમનો સ્વભાવ ખરાબ હતો. તેઓ નવ બાળકોમાંથી એક હતા અને પરીવારમાં કોઇના ધ્યાન માટે લડવું પડતુ હતુ. પરિણામે તેઓ ખૂબ કઠીન અને ઘણી વખત ખૂબ જ ક્રોધિત માણસ બન્યાં હતા.

પરંતુ, લગ્નના તેર વર્ષ બાદ (ભારતીય સંસ્કૃતિ ખૂબ જ નસીબદાર નંબર), આદાબ અને અરીંજય બંને ધીરજવાન અને શાંત બની ગયા હતા અને છેવટે દંપતિમાં એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ થયો હતો.

એક દિવસ, તદ્દન અચાનક, આદાબનું પેટ વધવા લાગ્યું. ડોક્ટરો ખૂબ જ આશ્ચર્યજનક જાહેરાત કરી કે માત્ર થોડા મહિનામાં આદાબ બાળકને જન્મ આપશે.

સંકોચન શરૂ થયું તે દિવસે, ગામની તમામ સ્ત્રીઓ મદદ કરવા આગળ આવી. તેમણે પાણી ભર્યું અને ધાબળા લાવ્યાં અને ખાતરી કરીએ આદાબ આરામદાયક રહે. પરંતુ જન્મ પર આંસુ અને સુખ બદલે, ત્યાં માત્ર મૂંઝવણ અને ભય હતા. તે એક સુંદર બાળક નહોતું જે યુવાન સ્ત્રીના ગર્ભાશયમાંથી આવેલ જોવા મળે, પરંતુ એક સાપ હતો! સાપ ગ્રે અને લીલા અને ભીંગડાંવાળો હતો. તે ચીપીયા જેવી જીભ અને જંગલી આંખો ધરાવતો હતો. કોઇએ વાત ન કરી, કારણ કે તેઓ બધા ખૂબ ડરી ગયા હતા. પરંતુ આદાબ, જેમણે વર્ષો સુધી દયા અને ભલમનસાઇ શીખી હતી, તેના હાથમાં સાપ લીધો અને એક ગરમ ધાબળામાં વીંટાળ્યો.

‘હું આ પાઠ ઘણા વર્ષો પહેલાં શીખી હતી,’ તેણીની આસપાસ એકત્ર થયેલ લોકોને તેણીએ જણાવ્યું. ‘સુંદરતા અંદરથી આવે છે. આ થયું છે માટે કોઇ કારણ હોવું જ જોઈએ. મને કોઇ બાળક હોય તે રીતે હું આ સાપને પ્રેમ કરીશ.’

અને તેથી આદાબે સાપનું નામ નાગાસ રાખ્યું અને તેણીને ખૂબ જ સુંદર અને કિંમતી જાહેર કરી. ગામલોકો આદાબની વલણથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ટૂંક સમયમાં નાગાસ બધાને ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઇ હતી. તેણેને આદરણીય અને પવિત્ર તરીકે ગણવામાં આવી હતી. બધા ગ્રામવાસીઓ માને છે કે તે આશીર્વાદ ધરાવતી હતી.

પરંતુ ગામ બહાર, નાગાસ માટે જીવન ખૂબ સરળ ન હતુ. તેણીને ધમકાવવામાં અને કચડવામાં આવતી અને ખૂબ જ ખરાબ અનુભવ થતો હતો. તેણીને કોઈ મિત્રો નહોતા અને ઘણી વાર તે એકલી સમય પસાર કરતી.

તેણી મોટી થઇ ત્યારે, તેણીના માતા-પિતા નક્કી કર્યું છે કે તેણીના લગ્ન કરવાનો સમય થઇ ગયો છે. તેમણે તેણી માટે યોગ્ય પતિ માટે સર્વત્ર શોધ કરી પણ કોઇ મળી શક્યું નહીં. લગ્નનું સૂચન કરવામાં આવ્યું ત્યારે બાજુના ગામના છોકરાઓ અને પાડોશીને હસવાનું થતુ. તેઓ રડ્યા ‘તમે અમારા માટે શું છો?’ ‘અમારામાંથી કોઇ બિહામણાં સાપ સાથે લગ્ન કરશે નહીં!’

આદાબ અને અરીંજયે તેમની સાપ પુત્રી સાથે લગ્ન કરવા માટે ઉપર અને નીચે શોધ કરી, પરંતુ તેઓ સાપુતારા ટેકરીઓ હેઠળના નાના ગામ સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમના નસીબ સારા નહોતા જ્યાં તેઓ એક મુરલી નામનો છોકરો તેમને મળ્યો. જોકે તે લાયક અને સુખી હતો, મુરલીને કોઇ પત્ની નહોતી કારણ કે વિસ્તારમાં ભટકતા પ્યોર એશિયાઇ સિંહોએ તેના માતાપિતાની હત્યા કરી ત્યાં સુધી તેના માતાપિતાને તેણે લગ્ન વિશે કોઇ વાત જણાવી નહોતી. તેથી નુકશાનથી અસરગ્રસ્ત મુરલી કાયમ મૌન રહ્યો હતો.

આદાબ અને અરીંજયે લગ્નનું સૂચન કર્યું, ત્યારે યુવાન છોકરાએ સંમતિમાં માથું હલાવ્યું. તેણે વાત કરવાની ક્ષમતા ગુમાવી હતી ત્યારથી તેની પણ સતામણી કરવામાં આવતી હતી અને ધમકી આપવામાં આવતી હતી, એકલા રહેવું અને પ્રેમ ન મળવો તે શું હતું તે સમજતો હતો. આથી થોડા મહિના બાદ, એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને મૌન છોકરાના સાપ સાથે લગ્ન થયા.

દરેક વ્યક્તિને જોયા કરતી હતી અને પ્રતીક્ષા કરતી હતી કે હવે શું થશે. દરરોજ છોકરો હસતો અને વિશ્વાસ મેળવતો હતો, દરરોજ નાગાસ તેના ઘૂંટણની આસપાસ વીંટળાઇ જતી અથવા તેની ગરદનની આસપાસ લાંબા શરીરને વળગી જતી. કોઇ તદ્દન સમજી શકતા નહોતા કે શા માટે વિચિત્ર દંપતિ હંમેશા ખુશ અને સુખી છે.

એક રાત્રે, ગ્રામજનો કેટલાક યુવાન દંપતિના ઘરની બારી પાસે એકત્ર થયા અને તેમણે જે જોયું તેનાથી તેઓ દંગ થઇ ગયા.

જેમ રાત્રિ થઇ અને આકાશ તારા અને ચંદ્રથી ભરાઇ ગયું, આગની બાજુમાં રંગબેરંગી વણાયેલ સાદડીઓ પર દંપતિ એકબીજા સાથે વહાલથી વળગીને સૂઇ ગયું. તેઓ ભેટી પડ્યા અને અચાનક હળવો ફાટવાનો અવાજ થયો અને સાપની ગ્રે દાણાદાર ત્વચા ફાટીને ખૂલી ગઇ અને દૂર થઇ ગઇ. એક સુંદર સ્ત્રી ત્વચાની બહાર આવી. તેણીના લાંબા કાળા વાળ તેણીની પીઠની પાછળ ફેલાઇ ગયા અને તેણીની આંખો જીવન સાથે ચમકવા લાગી. તે સમયે યુવાન છોકરો મોટેથી વાત કરવા લાગ્યો હતો અને હસતો હતો અને તેની પત્નીને તેના હાથોમાં જકડી લીધી. આખી રાત્રિ તેઓ હસ્યા અને વાતો કરી અને ગ્રામવાસીઓ તેમની આંખે માની શક્યા નહીં. પરંતુ પછીની સવારે, સૂર્ય પર્વતોમાંથી ઉપર ઝાકળમાં ઉગતો ગયો તે, ફરીથી છોકરાએ તેની જીભ ગુમાવી અને છોકરી તેણીની સાપની ચામડીમાં ફરીથી સમાઇ ગઇ. દરેક રાત્રિના માત્ર થોડા કલાક માટે તેઓ મુક્ત રહેતા, તેમના કમનસીબમાં ફસાયેલ ન રહેતા અથવા તેમની અલગ રીતે સહન કરવાની ફરજ પડતી નહોતી.

પરંતુ આદાબ અને અરીંજયને જણાવ્યું નહીં કે તેમણે શું જોયું ત્યાં સુધી ગ્રામવાસીઓ બધા તેમના ઘરે પરત ફર્યાં નહીં. ‘આ વાત સાચી છે,’ તેમણે આગ્રહ રાખ્યો, ‘તમે એક સુંદર પુત્રી ધરાવો છો અને તમારો પુત્ર વાત કરી શકો છે!’

અને તેથી, તે પછીની રાત્રે, આદાબ અને અરીંજય બંને શાંતિપૂર્વક તેમના જમાઇના ઘરમાં શાંતિથી છુપાઇ ગયા, અને તેમણે મુરલીને હસતા અને વાત કરતા સાંભળ્યો, તેમને જોઇને તેઓ ઘરમાં આશ્ચર્યચકિત થઇ ગયા. નાગાસ અને મુરલી હજુ ભયભીત થઇ ઊભા હતા, બંનેને ભય હતો કે તેમનો જાદુઇ સમય ઘૂસણખોરીથી તૂટી જશે અને આથી તેઓ હંમેશાં સાપ અને મૂંગા છોકરાની તેમની ભૂમિકામાં કેદ થઇ જશે.

પરંતુ આદાબે સરળતાથી જમીન પર પડેલ ત્વચાનો ઢગલો લઇ લીધો અને આગમાં ફેંકી દીધો જ્યાં તે તડ તડ થઇને બળીને રાખ થઇ ગયો.
નાના રૂમમાં શાંતિ છવાઇ ગઇ કારણ કે યુવાન દંપતિ તેમની અનિવાર્ય નિયતિની પ્રતીક્ષા કરતી હતી. પછી, ઘરની બહાર હજુ રાત્રી હતી, મદારીએ તેની વાંસળી જેને પુંગી કહેવાય છે તે વગાડવાનું શરૂ કર્યું.

નાગાસ ફરીથી સાપમાં બદલાઇ નહીં, અને તેને આ સમજાયું, ત્યારે મુરલીએ તેનું ગળુ સાફ કર્યું અને કહ્યું, ‘તું સુંદર લાગે છે, મારી પત્ની.’
નાગાસે જણાવ્યું, ‘અને મારા માતાપિતા અહીં છે છતાં તમે વાત કરી શકો છો!’

યુવાન દંપતિ ભેટી પડ્યા અને આદાબ અને અરીંજય બંને આનંદથી રડી પડ્યા. ઘણા દિવસો સુધી એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું અને સુંદર, સુખી દંપતિને જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યાં.

ટેકરીઓની ટોચ પર, મદારી હસ્યો અને પોતાની જાતને સામાન્ય સ્વરૂપ પાછી પરિવર્તિત કરી. પ્રકાશનો ઝબકારો થયો હતો અને ત્યારબાદ, જંગલમાં ફૂલો અને છોડ વચ્ચે, એશિયાઇ સિંહ દેખાયા અને શકિતશાળી સિંહગર્જના કરી. ભયાનક સિંહ જંગલના ખૂણામાં બેસી ગયો અને તેમના મોટા પંજા નીચે તેમની પુંજી છુપાવી લે છે અને જાણતા હતા કે તેમના દેવું સરભર કરવામાં આવ્યું હતું.

 

Enjoyed this story?
Find out more here