KidsOut World Stories

ગધેડો અને જોનપુરનો કાઝી Anonymous    
Previous page
Next page

ગધેડો અને જોનપુરનો કાઝી

A free resource from

Begin reading

This story is available in:

 

 

 


ગધેડો અને જોનપુરનો કાઝી

 

donkey

 

 

 

 

 

 

 

 

એક સમયે બડાઈખોર અને અભિમાની શિક્ષક હતો જે ભારતના નાનકડા ગામમાં રહેતો હતો.આ માણસ એવો દાવો કરતો હતો કે તે એટલો બધો હોશિયાર છે કે તે ગધેડાને માણસમાં ફેરવી શકે છે.‘પ્રવાહી ઔષધો અને પાવડરોના મિશ્રણ અને મારા મનની શક્તિ સાથે,આ શક્ય થાય છે,’ જે પણ પુરૂષ કે સ્ત્રી તેને સાંભળતા તેઓને તે જણાવતો હતો.

એક દિવસ, અબાન પોતાના આળસુ ગધેડાને ખેંચીને લઈ જતાં શિક્ષકના ઘરની બાજુથી પસાર થતો હતો,ત્યારે તેણે બડાઈખોર શિક્ષકને તેના પડોશીને ગધેડાને માણસમાં ફેરવવાની તેની શક્તિ વિશે કહેતાં સાંભળ્યો.

અબાન ખૂબ જ ગરીબ હતો અને એક ગામથી બીજે ગામ ખાદ્યપદાર્થો અને સામાનને લઈ જવામાં તેની મદદ કરવા તેના ગધેડા પર નિર્ભર હતો.આ રીતે અબાન તેની અલ્પ આવક મેળવતો હતો.પરંતુ તેનો ગધેડો ખૂબ જ આળસુ હોવાના કારણે અબાન પોતાનું પેટ ભરવા પૂરતા રૂપિયા પણ કમાઈ શકતો નહોતો અને વાસ્તવમાં તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.

‘ મને ખબર છે મારે શું કરવું જોઈએ,’ અબાને વિચાર્યું. ‘ મારે શિક્ષકને મારા ગધેડાને માણસમાં ફેરવવા માટે કહેવું જોઈએ અને આખરે મારી પાસે દિકરો હશે જે મારા કામમાં મારી મદદ કરશે અને મારી અને મારી પત્નિની જ્યારે અમે ઘરડાં થઈશું ત્યારે સંભાળ પણ લેશે.’
અને તેથી અબાન શિક્ષક પાસે પહોંચ્યો અને કહ્યું, ‘શું તમે કૃપા કરીને મારા આળસુ ગધેડાને માણસમાં ફેરવશો જેથી કરીને કદાચ મને દિકરો મળી જાય?’

ખરેખરમાં શિક્ષક એટલો બુદ્ધિમાન કે શક્તિશાળી નહોતો કે તે તેનો દાવો પૂરો કરી શકે.જ્યાં સુધી તેની વાત છે તો પૂરા વિશ્વમાં એવી કોઈ વ્યક્તિ નથી જે ખરેખરમાં ગધેડાને માણસમાં ફેરવી શકે. પરંતુ અહિંયા ગરીબ ઘરડાં અબાનથી અમુક પૈસા રળવાની તક હતી તે સમજવા શિક્ષક પૂરતો હોશિયાર હતો.

‘હું તમારા ગધેડાને માણસમાં ફેરવી શકું,’ શિક્ષક જૂઠું બોલ્યો, ‘પરંતુ આવા વીરતાભર્યા પરાક્રમમાં તમને પચાસ રૂપિયાનો ખર્ચ થશે અને તેને બજાવવામાં મને ચૌદ દિવસ અને ચૌદ રાતોનો સમય લાગશે.’

મેં અગાઉથી જણાવ્યા મુજબ, અબાન પૈસાદાર માણસ નહોતો પરંતુ તેની પાસે તેની બચત હતી: પચાસ રૂપિયા જે તેણે પોતે નાનો હતો ત્યારથી ધીમેધીમે ભેગા કર્યા હતા. આ પૈસા અબાન અને તેની પત્નિ જ્યારે તેઓ બન્ને ખૂબ જ ઘરડાં થાય અને કામ ન કરી શકે ત્યારે તેમની મદદ માટે હતા.

પરંતુ પૂરા વિશ્વમાં મારી પાસે માત્ર પચાસ રૂપિયા જ છે,’ અબાને કહ્યું.

‘તે મારી ફી છે,’ શિક્ષકે કહ્યું, ‘અને જો તમે તમારા આળસુ ગધેડાને માણસમાં ફેરવવા માંગતા હોવ તો તમારે તેટલા પૈસા મને ચૂકવવાના રહેશે.’

અબાને થોડી ક્ષણો માટે આ પ્રસ્તાવ વિશે વિચાર્યુ પરંતુ છેવટે તે નિર્ણય પર પહોંચ્યો કે તેના જીવનની બચતને શિક્ષકને આપ્યા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો નથી. ‘મારો ગધેડો ખૂબ જ આળસુ છે,’ અબાને વિચાર્યુ , ‘હવેથી હું તેની પાસે કોઈપણ કામ કરાવી શકીશ નહી.તો મારું શું થશે? પરંતુ મારી મદદ માટે દિકરો હશે તો હું ફરી પાછો પગભર થઈ જઈશ.’

બીજા દિવસની સવારે અબાન દોરડાથી ખેંચેલા તેના આળસુ ગધેડા અને હાથમાં પચાસ રૂપિયા સાથે શિક્ષકના ઘરે આવ્યો.શિક્ષકે પૈસા અને ગધેડાને લીધો અને ગરીબ ઘરડાં અબાનને ચૌદ દિવસ પછી તેના દિકરાને લેવા આવવા માટે પરત આવવા કહ્યું. ‘અને તે દરમ્યાન મને ખલેલ પહોંચાડતો નહી,’ તેણે આદેશ આપ્યો. ‘મારા કામમાં એકાગ્રતા અને શાંતિની જરૂર છે અને હું હેરાન થવા ઈચ્છતો નથી.’

અબાન આગળ કોઈપણ પ્રશ્ન પૂછ્યા વગર સંમત થયો અને તેની પત્નિ પાસે ઘરે પાછો આવ્યો.તે ખૂબ જ ચિંતિત હતો કારણકે હવે તે કામ કરી શકે તેમ નહોતો અને તેની પાસે જરા પણ બચત નહોતી.પરંતુ ઘરડાં માણસે પોતાની જાતને આશ્વાસન આપ્યું કે હવે જલ્દી બધું ઠીક થઈ જશે.જલ્દી તેની પાસે તેના માટે કામ કરવા દિકરો હશે અને બન્ને સાથે મળીને તેમના કમનસીબ ભાગ્યને સારામાં ફેરવશે.

શિક્ષક, જે સારી રીતે જાણતો હતો કે તે ગધેડાને માણસમાં ફેરવી શકશે નહી,ગરીબ ઘરડાં અબાનને છેતરવા માટે તેણે એક સાદી યોજના ઘડી. ‘મારે બીજા પચાસ રૂપિયા માટે આ ગધેડાને વેંચી દેવો જોઈએ,’ તેણે પોતાની જાતને કહ્યું, ‘ત્યારબાદ મારે તે મૂર્ખ અબાનને કહેવું કે તેનો નવો દિકરો એટલો બુદ્ધિમાન હતો કે તે જોનપુરના કાઝીને જોડાવા નિકળી ગયો છે.’

અને શિક્ષકે પચાસ રૂપિયા માટે ગધેડાને વેંચી દીધો અને મોંઘા ખાદ્યપદાર્થો અને મસાલેદાર વસ્તુઓ અને નવા કપડાં સાથે પછીના ચૌદ દિવસ મજા માણી. ‘હું ગધેડાને માણસમાં ભલે ફેરવી શકતો નથી,’ શિક્ષકે વિચાર્યુ, ‘પરંતુ મેં ખૂબ જ હોશિયારીપૂર્વકની યોજના વિચારી અને સોદામાં મારી જાતે એકસો રૂપિયા કમાયા.’

પંદરમા દિવસની સવારે, પોતાના નવા દિકરાને મળવા ઉત્સુક અબાન શિક્ષકના ઘરે પરત આવ્યો. ‘મારો દિકરો ક્યાં છે? મારો દિકરો ક્યાં છે?’ તેણે શિક્ષકને પૂછ્યું.

શિક્ષકે પોતાનું ગળું ચોખ્ખું કર્યું અને ઘણા દિવસોથી પોતે જેનો અભ્યાસ કરતો હતો તે ભાષણ આપ્યું. ‘ઘણા પ્રયત્ન અને એકાગ્રતા પછી મેં તારા આળસુ ગધેડાને સશક્ત અને સ્વસ્થ માણસમાં ફેરવ્યો,અને ખૂબ જ બુદ્ધિમાન માણસમાં પણ. તે ખરેખરમાં,એટલો બુદ્ધિમાન હતો કે તે અહિંયાથી ભાગી ગયો અને જોનપુરનો કાઝી બની ગયો.’

‘પોતાના પિતાને મદદ કરવાને બદલે મારો દિકરો જોનપુરનો કાઝી બની ગયો! તે અશક્ય છે!’

‘હું દ્વિધામાં છું કે આ સાચું છે,’ શિક્ષકે આશ્વાસન આપ્યું.

અબાન તે જાણતો નહોતો કે તેને શિક્ષક દ્વારા છેતરવામાં આવી રહ્યો છે અને તેની સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે કે તેનો દિકરો તેના પિતાને કામ કરવામાં મદદ કરવાને બદલે જોનપુરનો કાઝી બની ગયો છે.

કાઝી બુદ્ધિમાન માણસો હોતા જે એવી બાબતોનો અભ્યાસ કરતા અને તેમાં મદદ કરતાં જેમાં અધિનિર્ણયની આવશ્યકતા હોય,અને જો સંજોગો કરતાં વાસ્તવિકતાઓ જુદી હોત તો અબાન આવો દિકરો હોવા બદલ ગૌરવ અનુભવત.પરંતુ અબાન અત્યંત ગરીબ અને ખૂબ જ ભૂખ્યો હતો.તેઓની મદદ માટેના ગધેડા કે દિકરા વગર, તે અને તેની પત્નિ ચોક્કસપણે વર્ષભરમાં મૃત્યુ પામે તેમ હતા.અને તેથી અબાને સીધી કાઝીની અદાલત તરફ કૂચ કરી અને તેના રક્ષકોને પાર કરી સીધો કાઝી પાસે ગયો અને પૂછ્યું, ‘ગધેડામાંથી માણસમાં રૂપાંતરિત થવાનો કેવો અનુભવ થાય છે? પિતા સાથે વિશ્વાસઘાત કરવાનો કેવો અનુભવ થાય છે?’

આ આકસ્મિક ધડાકાથી કાઝી એકદમ આશ્ચર્યચક્તિ થઈ ગયો અને રક્ષકોએ તરત જ ગરીબ ઘરડાં અબાનને તેમની કેદમાં ઝડપી લીધો અને પૂરી રાત તેને કેદમાં પૂરી દીધો.

બીજા દિવસની સવારે,જેવો તે કેદમાંથી મુક્ત થયો,અબાન ફરી એકવાર અદાલતમાં જોરથી ઘસી આવ્યો,અસંશયાસ્પદ કાઝી તરફ સીધું પ્રયાણ કર્યું,અને જાણવાની માંગણી કરી, ‘એક સમયે આળસુ ગધેડા હોવું અને હવે પોતાના જ પિતાને છોડી જનારા દિકરા હોવું તેનો કેવો અનુભવ થાય છે?’

કાઝી સાચેમાં અબાનના વર્તનથી મૂંઝવણમાં પડી ગયો હતો કારણકે આજ સુધી કોઈએ પણ તેની સાથે આવી રીતે વાત કરી નહોતી.પરંતુ કાઝી બુદ્ધિમાન હોવાની સાથે ધીર અને ઉદાત્ત માણસ પણ હતો,અને તેથી તેણે અબાનને પૂછ્યું, ‘જો હું સાચેમાં એક સમયે ગધેડો હતો તો પછી કોણે મને તારા દિકરામાં રૂપાંતરિત કર્યો અને હવે હું કાઝી બની ગયો,મારે એવું શું કરવું હતું કે જેથી મેં તને છોડી દીધો?’

અબાન ક્ષણભર માટે આ પ્રશ્નના વિચારમાં પડી ગયો અને પછી તેણે જવાબ આપ્યો, ‘તું મને સાતસો રૂપિયા આપી શકે છે જેથી મારે અને તારી માતાએ ફરી કામ કરવું પડશે નહી.’

અદાલતના રક્ષકોના આશ્ચર્યના ઉમેરામાં,કાઝી આ વિનંતી સાથે સંમત થયો અને ઘરડાં માણસને તેની સમસ્યાઓ માટે સાતસો રૂપિયા ચૂકવ્યા.

અબાન આ ઉદારતાથી અતિ પ્રસન્ન થઈ ગયો અને જેને તે પોતાનો દિકરો માનતો હતો તે માણસનો આભાર માન્યો.

જ્યારે અબાન પોતાના ગામે પરત આવ્યો,તે તેના દિકરા કાઝીની વાતોથી પૂર્ણ હતો જેણે તેને તેના જીવનના શેષભાગ માટે નિવૃત થવા પૂરતા રૂપિયા આપ્યા હતા. ‘હું મારા ઉદાત્ત દિકરાનો ખૂબ જ આભારી છું!’ અબાને કહ્યું. ‘હવે મારે ફરી ક્યારેય કામ કરવું પડશે નહી!’

ગામમાં દરેક જણ અબાન માટે ખુશ હતાં કારણકે તેઓ સહુ જાણતા હતા કે આખી જીંદગી સખત મહેનત કર્યા પછી પણ તે ખૂબ જ ગરીબ હતો.જેણે ઘરડાં માણસને છેતર્યો હતો તે બડાઈખોર અને અભિમાની શિક્ષક સિવાય ગામમાં દરેક જણ ખુશ હતું .શિક્ષક સમજી શકતો નહોતો કે શું થયું હતું. કેવી રીતે આજે અબાન પૈસાદાર હતો અને તે,એક નિપુણ અને હોશિયાર શિક્ષકે તેના કામમાં પ્રવૃત રહેવાનું હતું? અને કેવી રીતે જોનપુરના કાઝીએ પોતાને અબાનના દિકરા તરીકે માન્યો હતો?

‘હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ બાબતોને ક્યારેય જાણી શકીશ નહી,’ શિક્ષકે વિચાર્યું, ‘પરંતુ એક બાબત હું ચોક્કસ જાણી શકું...હું ફરી ક્યારેય નહી કહું કે હું ગધેડાને માણસમાં ફેરવી શકું છું!’

અને આ જ છે ગધેડા અને જોનપુરના કાઝીની વાર્તા.

Enjoyed this story?
Find out more here