KidsOut World Stories

શહેરનું ઉંદર અને ગામનું ઉંદર Nahal Namvari    
Previous page
Next page

શહેરનું ઉંદર અને ગામનું ઉંદર

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

 

 

શહેરનું ઉંદર અને ગામનું ઉંદર

 

 

 

 

 

 

 

 

એક વખતે એક નાનકડું ઉંદર શહેરમાં રહેતું હતું. એક દિવસ, તે શહેરનું ઉંદર પોતાના મિત્રને મળવા ગામમાં ગયું. તે ગામનું ઉંદર હતું.

બન્ને ઉંદર ખુબ જ સારા મિત્રો હતા. સાથે હોય ત્યારે બંને ખુશખુશાલ રહેતા!

ગામનું ઉંદર સાદગીવાળું પણ ખુબ ઉદાર હતું. તેણે તેના મિત્રને ખાવા માટે રોટલી, માખણ, પનીર અને બીન્સ આપ્યા.

પણ જ્યારે શહેરનું ઉંદર ખાવા લાગ્યું, ત્યારે તેનું પેટ થોડું ખરાબ લાગવા લાગ્યું.

"તું ભૂખ્યો નથી?" ગામના ઉંદરે પૂછ્યું.

"ખુબ જ છું! પણ આ ખોરાક શહેરના ખોરાક જેવો નથી. મને પસંદ નથી!" શહેરના ઉંદરે કહ્યું.

બન્ને ઉંદરે આખો દિવસ સાથે વિતાવ્યો. તેઓ ગામમાં ફર્યા અને મજા કરી. જ્યારે સાંજ પડી, ત્યારે તેમણે વિદાય લીધી.

ઘરે જતા પહેલા, શહેરના ઉંદરે ગામના ઉંદરને શાનદાર ખોરાક ખાવા માટે તેના શહેરના ઘરે આવવા આમંત્રણ આપ્યું.

પછીના અઠવાડિયે,ગામનું ઉંદર ધીમે ધીમે દોડીને શહેર પહોંચી ગયું. ત્યાં તેણે પોતાના મિત્રને શોધી કાઢ્યો.

"અહીં શહેરમાં અમે છ વાગ્યા સુધી ખાવા નથી બેસતા," શહેરના ઉંદરે કહ્યું. "સાંજ સુધી રાહ જો, પછી જો ખોરાક કેટલો સ્વાદિષ્ટ હોય છે! રાહ જોવી યોગ્ય છે!!"

સાંજ થઈ ગઈ અને સૂર્ય ડુબી ગયો. શહેરના ઉંદરે ગામના ઉંદરને મનુંષ્યોના મોટા ઘરમાં પોતાનું નાનું બિલ બતાવ્યું.

માણસોએ પોતાના જમણવારના ટેબલ પર મીઠાઈ, માંસ અને પનીર એવું બધું જ રાખ્યું હતું,  જે નાનકડું ઉંદર કલ્પના કરી શકે એવું બધું! એ તો જાણે સ્વર્ગ જ હતું!

બન્ને ઉંદરોએ કેક, માંસ અને પનીર ઝડપથી ખાવાનું શરૂ કર્યું. ગામના ઉંદરને સૂકવેલું હેમ અને સલામી બહુ જ ગમ્યું. તે તો મઝામાં બધું ખાઈ ગયું!

પણ, જ્યારે તેઓના પેટ ભરાવા લાગ્યા, ત્યારે અચાનક તેમને ભૂંકવાનો અવાજ સંભળાયો!

"આ શું છે?" ગામના ઉંદરે ડરીને ચીસ પાડી. એને જોરદાર અવાજથી ડર લાગતો હતો. .

"અરે બાપ રે! એ તો ચોકીદારનો કૂતરો છે! ભાગ!" શહેરના ઉંદરે ચીસ પાડી.

બન્ને ઝડપથી દોડવા લાગ્યા અને બચવાનો પ્રયાસ કર્યો. ગામનું ઉંદર શહેરના ઉંદરને પીછો કરતા પાછું તેના બિલમાં આવી પહોંચ્યું.

જેમ તેમ બચ્યા! કૂતરાએ તો એમને લગભગ પકડી જ લીધાં હતાં.

"માફ કરજે શહેરના ઉંદર, પણ હવે હું મારા ઘરે પાછો જઈશ. મળીશું ફરીથી!" ગામના ઉંદરે ધબકતા શ્વાસે કહ્યું.

"કેમ? શું તને સ્વાદિષ્ટ ખોરાક ખાવું નથી?" શહેરના ઉંદરે પૂછ્યું.

"ખતરા વચ્ચે મીઠાઈ અને માંસ ખાવા કરતાં, હું શાંતિથી રોટલી, પનીર અને બીન્સ ખાવાનું પસંદ કરીશ” ગામના ઉંદરે કહ્યું.

Enjoyed this story?
Find out more here