KidsOut World Stories

કારમેન, એક ખેડૂત Antonio Barroso    
Previous page
Next page

કારમેન, એક ખેડૂત

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

 

કારમેન, એક ખેડૂત

 

 

 

 

 

 

 

 

 

*

કારમેન દસ વર્ષની છોકરી હતી જે સ્પેનના ઉત્તર ભાગમાં આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી.

તેના માતા-પિતાએ એમના ખેતરમાં ગાયો રાખી હતી જે ખૂબ સારૂ દૂધ આપતી હતી. ઘણીવાર તો ગાયો એટલું બધું દૂધ આપતી કે પરિવાર પોતે બધું પી ન શકતા.

પછી તેઓ વધેલું દૂધ પોતાના પાડોશીઓને આપી દેતા, ખાસ કરીને જેમને વધારે જરૂર હોય એમને.

એક દિવસ કારમેનના પપ્પાએ એને થોડું દૂધ મિસીસ જુલિયાને આપી આવવા કહ્યું. મિસીસ જુલિયા એક પ્રેમાળ વૃદ્ધા હતી, જે ગામના બીજા છેડે એકલી રહેતી હતી.

રસ્તામાં જતા જતા કારમેન વિચારવા લાગી કે જો એ દૂધ વેચી નાખે તો તેને થોડા પૈસા મળશે, અને એ પૈસાથી તે ઈંડા ખરીદી શકશે.

એ ઈંડામાંથી બચ્ચાં નીકળશે, જે થોડી વારમાં મોટા થશે અને પછી ફરી ઈંડા આપશે.

પછી તે એ ઈંડા વેચતી રહેશે જ્યાં સુધી તેની પાસે એટલા પૈસા ન થઈ જાય કે એ ગાયના અને ઘેટાંના બચ્ચાં ખરીદી શકે.

થોડાં જ વર્ષોમાં કારમેન પોતાનું ખેતર રાખી શકશે.

પછી તેના પાસે એટલા પૈસા થઈ જશે કે તે મેડ્રિડમાં એક ઘર ખરીદી શકશે અને ઘણા સુંદર કપડાં લઈ શકશે.

કારમેન વિચારવામાં એટલી વ્યસ્ત હતી કે તેને રસ્તામાં પડેલો મોટો પથ્થર દેખાયો નહિ. તે પથ્થર સાથે અથડાઈને પડી ગઈ. બધું દૂધ ધૂળવાળી જમીન પર ઢોળાઈ ગયું.

એક પળમાં કારમેનના ખેડૂત બનવાના બધા સપના તૂટી ગયા. હવે તેની પાસે દૂધ નહોતું. તેની પાસે પૈસા નહોતા ઈંડા ખરીદવા માટે, કે જેમાંથી બચ્ચાં નીકળે. એની યોજના બગડી ગઈ.

કારમેનને બહુ દુઃખ થયું. તે રડવા લાગી.

ઘેર પાછી જઈ રહી હતી ત્યારે કારમેને વિચાર્યું કે તેને જમીન પર પડેલા પથ્થરો જોઈને ચાલવું જોઈએ હતું. તેને પોતાની યોજના વિશે એટલું બધું વિચારવું ન જોઈએ હતું.

કારમેને શીખ્યું કે આપણાં લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણે રસ્તામાં આવતા અવરોધોને જીતવું પડે.

Enjoyed this story?
Find out more here