KidsOut World Stories

વાંદરો અને મગર    
Previous page
Next page

વાંદરો અને મગર

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

 

વાંદરો અને મગર

 

 

 

 

 

 

 

 

 

*

 

એક સમયે, એક વાંદરો નદી કિનારે એક ઝાડ પર રહેતો હતો. વાંદરો એકલો હતો કારણ કે તેનો કોઈ મિત્ર કે પરિવાર ન હતો પણ તે ખુશ અને સંતુષ્ટ હતો. ઝાડે તેને ખાવા માટે પુષ્કળ મીઠા જાંબુનું ફળ આપ્યું હતું. તેને સૂર્યથી છાંયો અને વરસાદથી આશ્રય પણ આપ્યો હતો.

એક દિવસ, એક મગર નદીમાં તરી રહ્યો હતો. તે વાંદરાના ઝાડ નીચે આરામ કરવા કિનારે આવ્યો.

'હેલો' વાંદરાને બોલાવ્યો, જે મૈત્રીપૂર્ણ પ્રાણી હતો.

'હેલો,' મગર આશ્ચર્યથી જવાબ આપ્યો. 'તમને ખબર છે કે મને ખાવાનું ક્યાંથી મળશે?' તેણે પૂછ્યું. 'મેં આખો દિવસ કંઈ ખાધું નથી અને હું ભૂખ્યો છું.'

હવે તમે વિચારતા હશો કે મગર વાંદરાને ખાવા માંગતો હશે, પરંતુ આ ખૂબ જ દયાળુ અને નમ્ર મગર હતો અને તેના મનમાં આ વિચાર ક્યારેય આવ્યો ન હતો.

મારા ઝાડ પર ઘણાં ફળ છે. શું તમે થોડાં ચાખવા માંગો છો?' વાંદરાએ કહ્યું, જે પણ ખૂબ જ દયાળુ હતો.

તેણે જાંબુના કેટલાક ફળ મગર તરફ નીચે ફેંકી દીધા. મગર એટલો ભૂખ્યો હતો કે તેણે બધા જાંબુ ખાઈ લીધા, જો કે મગર સામાન્ય રીતે ફળ ખાતા નથી. તેને ખાટાં-મીઠાં ફળ ખૂબ ગમતાં અને ગુલાબી ગરને લીધે તેની જીભ જાંબલી થઈ ગઈ.

'જ્યારે તમને વધુ ફળ જોઈએ ત્યારે પાછા આવજો,' વાંદરાએ કહ્યું, જ્યારે મગર તેને જોઈતું બધું ખાઈ ગયો.

ટૂંક સમયમાં મગર દરરોજ વાંદરાની મુલાકાત લેતો થઈ ગયો હતો. બંને પ્રાણીઓ સારા મિત્રો બની ગયા. તેઓ વાતો કરતા, એકબીજાને વાર્તાઓ સંભળાવતા અને સાથે ઘણા બધા મીઠા જાંબુ ખાતા.

એક દિવસ, મગરે વાંદરાને તેની પત્ની અને પરિવાર વિશે કહ્યું.

'આજે જ્યારે તમે પાછા જાવ ત્યારે કૃપા કરીને તમારી પત્ની માટે પણ ફળ લઈ જાવ,' વાંદરાએ કહ્યું.

મગરની પત્નીને  જાંબુ પસંદ હતા. તેણીએ આટલું મીઠું કંઇપણ આ પહેલા ક્યારેય ખાધું ન હતું પણ તેણી તેના પતિ જેટલી દયાળુ અને નમ્ર ન હતી.

'કલ્પના કરો કે તે દરરોજ આ જાંબુ ખાય છે તો વાંદરા નો સ્વાદ કેટલો મીઠો હશે,' તેણીએ તેના પતિને કહ્યું.

દયાળુ મગરે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે વાંદરાને ખાઈ શકે તેમ નથી.

'તે મારો શ્રેષ્ઠ મિત્ર છે,' તેણે કહ્યું.

મગરની લુચ્ચી પત્ની સાંભળતી નથી. તેણી જે ઇચ્છે છે તે તેણીના પતિને કરવા માટે, તેણીએ બીમાર હોવાનો ડોળ કર્યો.

'હું મરી રહી છું અને માત્ર એક મીઠા વાંદરાનું હૃદય જ મને સારુ કરી શકે છે!' તેણીએ તેના પતિને રડતાં કહ્યું. 'જો તું મને પ્રેમ કરે છે, તો તું તારા મિત્ર વાંદરાને પકડીને મને તેનું દિલ ખાવા દે.'

બિચારા મગરને ખબર ન પડી કે શું કરવું. તે તેના મિત્રને ખાવા માંગતો ન હતો પરંતુ તે તેની પત્નીને મરવા દેવાં પણ માગતો ન હતો.

અંતે, તેણે નક્કી કર્યું કે તેણે શું કરવું જોઈએ અને આગામી વખતે જ્યારે તે વાંદરાની મુલાકાતે ગયો ત્યારે તેણે તેને તેની પત્નીને મળવા આવવા કહ્યું કારણ કે તે સુંદર જાંબુ ફળ માટે રૂબરૂ તેનો આભાર માનવા માંગતી હતી.

વાંદરો ખુશ થયો પણ તેણે કહ્યું કે તે કદાચ જઈ શકશે નહીં કારણ કે તેને તરતાં આવડતું નથી.

'તેની ચિંતા કરશો નહીં,' મગર બોલ્યો. 'હું તને મારી પીઠ પર લઈ જઈશ.'

વાંદરો સંમત થયો અને મગરની પીઠ પર કૂદી ગયો.

તેથી બંને મિત્રો ઊંડી પહોળી નદીમાં ગયા.

જ્યારે તેઓ કાંઠા અને જાંબુના ઝાડથી ઘણા દૂર હતા ત્યારે મગરે કહ્યું, 'મને ખૂબ દુ:ખ છે પણ મારી પત્ની ખૂબ જ બીમાર છે અને કહે છે કે તેનો એક માત્ર ઇલાજ વાંદરાનું હૃદય છે. મને ડર છે કે મારે તને મારી નાખવો પડશે, જો કે હું આપણી વાતો યાદ કરીશ.'

વાંદરાએ ઝડપથી વિચાર્યું અને કહ્યું, 'પ્રિય મિત્ર, તમારી પત્નીની માંદગી વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મને ખુશી છે કે હું તેને મદદ કરી શકીશ પણ મેં મારું હૃદય પાછળ જાંબુના ઝાડ પર છોડી દીધું છે. શું તમને લાગે છે કે આપણે પાછા જઈ શકીએ જેથી હું તેને લઈ શકું?'

મગર વાંદરાની વાત માની ગયો. તે પાછો વળ્યો અને ઝડપથી તરીને જાંબુના ઝાડ પાસે ગયો. વાંદરો તેની પીઠ પરથી કૂદી ગયો અને તેના ઝાડની સલામતી પર ચઢી ગયો.

'મને લાગ્યું કે તમે મારા મિત્ર છો,' તેણે કહ્યું. 'શું તમે નથી જાણતા કે આપણું હૃદય આપણી અંદર હોય છે? હું ફરી ક્યારેય તમારા પર વિશ્વાસ કરીશ નહીં કે તમને મારા ઝાડમાંથી ફળ આપીશ નહીં. દૂર જાઓ અને પાછા આવશો નહીં.'

મગર મૂર્ખ બન્યો. તેણે એક મિત્ર અને સારા મીઠા ફળોનો પુરવઠો ગુમાવ્યો હતો. વાંદરાએ પોતાની જાતને બચાવી લીધી હતી કારણ કે તેણે ઝડપથી વિચાર કર્યો હતો. તે દિવસથી, તેણે ફરી ક્યારેય મગર પર વિશ્વાસ કર્યો નહીં.

Enjoyed this story?
Find out more here