અનાંસીને આઠ પાતળા પગ કેમ છે?
A free resource from
KidsOut - the fun and happiness charity
This story is available in:
This story is available in:
એક અકાનની કહાની

*
એક વખતની વાત છે, એક કરોળિયો હતો જેને અનાંસી બોલાવતા હતા. અનાંસીની પત્ની ખૂબ સારી રસોઈ બનાવતી, પણ લોભી કરોળિયાને લોકોએ બનાવેલું ખોરાક ચાખવાનું સૌથી વધારે ગમતું.
એક દિવસ, અનાંસી તેની મિત્ર સસલા પાસે મુલાકાત માટે ગયો. લોભી કરોળિયો રસોડામાં પ્રવેશતાં બોલ્યો, "હ્મ્મમ! સસલા, તું તો બહુ સ્વાદિષ્ટ લીલાં શાક બનાવી રહ્યો છે!"
મિત્ર ભાવના સાથે સસલાએ જવાબ આપ્યો, "તમે જમવા શા માટે નથી રોકાતા? શાક હજી તૈયાર નથી થયું, પણ જલ્દી જ થઈ જશે."
અનાંસી જાણતો હતો કે જો તે ત્યાં રહી જાય જ્યારે ભોજન બની રહ્યું હોય, તો સસલું ચોક્કસ એને કોઈક કામ કરાવશે. પણ લોભી કરોળિયો તો કામ કરવા નહિ, ભોજન માટે તેના મિત્રને મળવા આવ્યો હતો!
એથી અનાંસીએ સસલાને કહ્યું, "માફ કરજે, વ્હાલા મિત્ર, પણ મને થોડાં કામ છે જે અત્યારે જ પૂરાં કરવાના છે. એવું કરું કે હું મારી જાળનો એક ધાગો બનાવું અને તેનો એક છેડો મારા પગ સાથે બાંધું અને બીજો તારા રસોઈના વાસણ સાથે? આ રીતે, જ્યારે શાક તૈયાર થઈ જાય, ત્યારે તું જાળ ખેંચી દેજે અને હું તરત જ દોડીને જમવા આવી જઈશ!
સસલાએ માન્યું કે આ તો ખુબ જ સારી યુક્તિ છે. તેથી તેણે અનાંસીના જાળને તેની હાંડીને બાંધી દીધો અને પોતાના મિત્રને વિદાય આપી.

થોડી જ વારમાં, લોભી કરોળિયો પોતાના સારા મિત્ર વાંદરના ઘરની સામેથી પસાર થતો હતો. અને એ વખતે વાંદર પણ પોતાના રાતના ભોજનની તૈયારીમાં વ્યસ્ત હતો.
“હ્મ્મમ!” લોભી કરોળિયો રસોડામાં દાખલ થયો અને બોલ્યો, “વાંદર, તું તો ફણસીઓ અને મધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવી રહ્યો છે!”
મિત્રતાભર્યા વાંદરે જવાબ આપ્યો, "તું શાક તૈયાર થાય ત્યાં સુધી રાહ જો અને પછી જમવા માટે રોકાઇ જા"
ફરી એકવાર, અનાંસી જાણતો હતો કે જો તે ત્યાં ઊભો રહેશે જ્યારે ભોજન બની રહ્યું હશે, તો વાંદરો ચોક્કસ એને કંઈક કામ કરવા કહેશે. પણ લોભી કરોળિયાને તો કોઈ કામ કરવાની ઈચ્છા જ ન હતી. એથી અનાંસીએ વાંદરને કહ્યું,"માફ કરજે, વ્હાલા મિત્ર, પણ મને થોડાં કામ છે જે અત્યારે જ પૂરાં કરવાના છે. એવું કરું કે હું મારી જાળનો એક ધાગો બનાવું અને તેનો એક છેડો મારા પગ સાથે બાંધું અને બીજો તારા રસોઈના વાસણ સાથે.
આ રીતે, જ્યારે શાક તૈયાર થઈ જાય, ત્યારે તું જાળ ખેંચી દેજે અને હું તરત જ દોડીને જમવા આવી જઈશ!”
વાંદરાએ માન્યું કે આ તો ખુબ જ સારી યુક્તિ છે. તેથી તેણે અનાંસીના જાળને તેની હાંડીને બાંધી દીધો અને પોતાના મિત્રને વિદાય આપી.
*
ઘર જતા રસ્તામાં અનાંસીએ હજી છ મિત્રોની મુલાકાત લીધી, અને બધા જ પોતાના સાંજના ભોજનની તૈયારીમાં વ્યસ્ત હતા.

અનાંસીએ કાચબો, સસલું, ખિસકોલી, ઊંદર, શિયાળ અને છેલ્લે પોતાના સારા મિત્ર ડુકરની મુલાકાત લીધી.
અને દરેક મુલાકાતે અનાંસીએ એ જ જૂની વાત કહી. અને દરેક મિત્ર માટે તેણે જાળનો એક લાંબો ધાગો ઘૂમાવ્યો અને તેમનાં રસોઈના વાસણ સાથે બાંધી દીધો.
અને બન્યું એવું કે અનાંસીના તમામ આઠ પગ લાંબા જાળના ધાગાથી જુદા જુદા રસોઈના વાસણો સાથે બંધાઈ ગયા.

લોભી કરોળિયો પોતાનાં દરેક મિત્રો સાથે ચાલાકી કરીને દરેક વાસણમાંથી ખાવાનું ઈચ્છતો હતો — અને એના માટે એને કોઈ કામ પણ ન કરવું પડે, એવું ઈચ્છતો હતો
અનાંસીને બધાં જ ભોજનની ખૂબ આતુરતાથી રાહ હતી — ખાસ કરીને ડુકરાંની શક્કરિયા અને મધવાળી વાનગીની, જે હમેશા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
"આ વખતે તો મેં ખરેખર કમાલ કરી નાખી!” લોભી કરોળિયાએ વિચાર્યું. “આટલું બધું સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે અને મને તો કોઈ કામ પણ કરવું ન પડ્યું! ખબર નથી, હવે કે કયું ભોજન પહેલા તૈયાર થશે!”
*
એ જ સમયે અનાંસીને લાગ્યું કે તેના પગ સાથે બંધાયેલો એક જાળ ખેંચાઈ રહ્યો છે.
"આ તો સસલો જ હશે — એના સ્વાદિષ્ટ લીલાં શાક સાથે!" લોભી કરોળિયાએ વિચાર્યું.
પણ એ જ સમયે અનાંસીના બીજા પગે બાંધેલો બીજો જાળ પણ ખેંચાઈ ગયો.
"અરે ભાઈ!" અનાંસીએ ઉંચે બોલી ઉઠ્યો. "આ તો ચોક્કસ વાંદરો હશે — એના ફણસીઓ અને મધવાળાં વાસણ સાથે!"
પછી તો અનાંસીનો બીજો પગ ખેંચાયો! પછી ત્રીજો! પછી ચોથો! અને આમ કરતા કરતા એના બધા આઠ પગ અલગ-અલગ દિશામાં ખેંચાતા ગયા!

અનાંસી ઘસડાતો ઘસડાતો નદી તરફ ગયો અને પાણીમાં કૂદી પડ્યો જેથી તેના પગ સાથેના બધા જાળ ધોવાઈ જાય.
એક પછી એક કરીને બધા જાળના ધાગા છૂટા પડતા ગયા, અને આખરે લોભી કરોળિયો નદીકાંઠા પર ફરી ચડી ગયો.
જ્યારે અનાંસી થોડીવારમાં ઠીક થયો અને પોતાને સુકવી દીધો, ત્યારે એને કંઈક ખુબજ અજીબ લાગ્યું.
એના બધા આઠ પગ લંબાઈ ગયા હતા!
જે પગ પહેલા નાના અને જાડા હતા, હવે તેઓ લાંબા અને પાતળા થઈ ગયા હતા!
"અરે! હું આટલો લોભી કેમ બની ગયો?" અનાંસીએ વિચાર્યું.
"હવે તો જુઓ મારી હાલત! હવે મને આઠ પાતળા પગ તો મળ્યા જ છે, અને સાથે જ જમવાનું પણ પોતે જ બનાવવું પડશે!"
અને આ જ કારણે અનાંસીને આઠ પાતળા પગ હોય છે.
Enjoyed this story?