*
એક વખત ત્રણ અસભ્ય બકરા હતા; નાનો બકરો, વચલો બકરો અને મોટો બકરો, જેઓ લીલી ખીણના મેદાનમાં રહેતા હતા. તેમને મીઠું ઘાસ ખાવાનું પસંદ હતું, પરંતુ કમનસીબે તેમનું મેદાન તપખીરિયું અને ઉજ્જડ થયું હતુ કારણ કે તેઓ લાલચુ બકરા હતા અને ઘાસનું છેલ્લું તણખલું તેઓ ખાઇ ચૂક્યા હતા. પરંતુ હજુ તેઓ ભૂખ્યાં હતા.
દૂર તેઓ સુંદર, લીલાં, મીઠા ઘાસથી ભરપુર એક મેદાન જોઇ શકતા હતા, પરંતુ અફસોસ કે ત્યાં પહોંચવા માટે માત્ર એક જ ઉપાય તરીકે - પ્રવાહ પર એક તૂટેલ પુલ હતો. પરંતુ પુલ નીચે એક ભયંકર ખતરનાક ટ્રેવર નામનો રાક્ષસ રહેતો હતો - તે હંમેશાં ખુબ ભૂખ્યો રહેતો હતો. અને તેને સુંદર રસદાર બકરા ખાવા સિવાય કંઇ પસંદ નહોતું.
પુલ પર પહોંચનાર નાનો બકરો પહેલો હતો. તે ધીમેથી પુલ પર એક પછી એક ડગ માંડતો હતો કારણ કે તે ખુબ ખખડધજ હતો, જોકે કઠણ હોવાથી તે પ્રયાસ કરતો હતો, લાકડાંના પાટીયાં પર તેના પગની ખરીનો ટ્રીપ, ટ્રેપ, ટ્રીપ, ટ્રેપ અવાજ આવતો હતો.
ઓચિંતી ત્યાં ભયાનક ત્રાડ સંભળાઇ.
‘મારા પુલ પરથી કોણ પસાર થાય છે?’ અને ભયાનક રાક્ષસ પુલ નીચેથી બહાર આવતો દેખાયો.
ધ્રુજતા પગે, નાનો બકરો માંડ બોલી શક્યો ‘તે હું છું. હું થોડું ખાવા માટે માત્ર થોડા ઘાસની શોધ કરું છું.
‘ઓહ નો તું ખાઇ નહીં શકે! મારા નાસ્તા, ભોજન અને ચા માટે હું તને ખાઇ જઇશ!’
‘ઓહ નો!’ ડરી ગયેલ નાના બકરાએ કહ્યું. ‘હું માત્ર નાનો અસભ્ય બકરો છું. મારા ભાઇ માટે તમે શા માટે રાહ નથી જોતા? તે મારા કરતાં મોટો અને સ્વાદિષ્ટ છે.’
*
આથી લાલચુ રાક્ષસે રાહ જોવાનો નિર્ણય કર્યો અને નાનકડો અસભ્ય બકરો પુલ પરથી પસાર થઇ ગયો અને અન્ય બાજુ પર તાજું લીલું ઘાસ ખાવા લાગ્યો.
અન્ય બકરાએ જોયું એ નાનો બકરો તાજું લીલું ઘાસ ખાઇ રહ્યો છે અને તેમને પણ થોડુ જોઇતુ હતું અથવા તેમને ઇર્ષ્યા થઇ. વચલો બકરો પુલ ચાલવા લાગ્યો અને પ્રવાહ પસાર કરવાનું શરૂ કર્યું.
રીપ, ટ્રેપ, ટ્રીપ, ટ્રેપ તેના પગલાંનો અવાજ થયો. ફરીથી પુલ નીચેથી રાક્ષસ બહાર આવ્યો.
તેણે ત્રાડ પાડી ‘મારા પુલ પરથી કોણ પસાર થાય છે?’
ધ્રુજતા પગે, વચલો બકરો માંડ ધીમા અવાજે બોલી શક્યો ‘તે હું છું. હું મારા ભાઇ, નાના બકરાની પાછળ જાઉં છું, જેથી હું થોડુ મીઠું ઘાસ ખાઇ શકુ.
‘ઓહ નો તું ખાઇ નહીં શકે! નાસ્તા, ભોજન અને ચા માટે હું તને ખાઇ જઇશ!’
‘ઓહ નો, શ્રીમાન રાક્ષસ, તમે મને ખાતા નહીં. હું એટલો મોટો નથી કે તમારું પેટ ભરાય. મારો મોટો ભાઇ આવે ત્યાં સુધી રાહ જુઓ - તે મારાથી ખુબ સ્વાદિષ્ટ છે.’
‘ઓહ ચાલો બરાબર છે’ રાક્ષસે કહ્યું અને વચલો બકરો પુલ પરથી છટકી ગયો અને નાના બકરા સાથે મીઠું લીલું ઘાસ ખાવા લાગ્યો.
મોટા બકરાને ખુબ ઇર્ષ્યા થતી હતી અને પુલ પસાર કરી અને તેના ભાઇઓ સાથે જોડાવા માટે પોતાની જાતને રોકી ન શક્યો. હિંમતપૂર્વક, પુલ પર તેના ડગલાં માંડવા લાગ્યો.
ટ્રીપ, ટ્રેપ, ટ્રીપ, ટ્રેપ.
ઓચિંતો પુલ નીચેથી રાક્ષસ બહાર આવ્યો.
તેણે બુમ પાડી ‘મારા પુલ પરથી કોણ પસાર થાય છે?’
‘તે હું છું. મોટો બકરો. તમે કોણ છો?’
‘હું રાક્ષસ છું અને નાસ્તા, ભોજન અને ચા માટે હું તને ખાઇ જઇશ!’
‘ઓહ નો તમે ખાતા નહીં!
‘હા ચોક્કસ - હું તને જોઇ લઇશ!’
ત્યારબાદ રાક્ષસ મોટા બકરા તરફ ધસી ગયો બકરાએ તેનું માથું નીચે નમાવ્યું અને હિંમતપૂર્વક રાક્ષસનો સામનો કર્યો, તેનાં શીંગડા વડે તેને ઉપાડીને નીચે વહેતા પ્રવાહમાં તેને ફેંકી દીધો.
રાક્ષસ ધસમસતા પાણીમાં ગુમ થઇ ગયો, ત્યારબાદ ફરીથી જોવા મળ્યો નહીં. ત્યાર બાદ, પુલ પરથી કોઇપણ પસાર થઇ શકતા અને ત્રણ બકરાં સાથે મીઠા લીલાં ઘાસનો આનંદ માણી શકતા હતા.
Enjoyed this story?