KidsOut World Stories

કીડી અને હાથી    
Previous page
Next page

કીડી અને હાથી

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

કીડી અને હાથી

એક અફઘાન વાર્તા

 

 

 

 

 

 

*

મહાબિસ એ બે ટીમ વચ્ચે રમાતી રમત છે. એક ટીમ તેમના હાથ એક ધાબળા નીચે રાખે છે અને સાથીના હાથની હથેળીમાં રીંગ છૂપાવે છે. ત્યારબાદ તેમના બંધ હાથને અન્ય ટીમ સમક્ષ બતાવવામાં આવે છે. અન્ય ટીમે અનુમાન કરવાનું હોય છે કે કયા હાથમાં રીંગ છુપાવવામાં આવી છે.

કીડી અને હાથી ખુબ સારા મિત્રો હતા અને જ્યારે સમય હોય અને તેમને તક મળે ત્યારે તેઓ સાથે રમતા.

સમસ્યા એ હતી કે, હાથીના પિતા ખુબ કડક હતા અને હોમવર્ક કરવાનું બાકી હોય ત્યાં સુધી અથવા તેની માતાને ખીજાવું પડે ત્યારે તેનો પુત્ર રમે તે તેમને પસંદ નહોતું. અને તેનો પુત્ર તેની મિત્ર કિડી સાથે રમે તે પણ પસંદ નહોતું તેઓ માનતા કે તેણે અન્ય હાથીઓ સાથે ગર્વથી રમવું જોઇએ.

નાનો હાથી તેના પિતાથી ખૂબ ડરી ગયો હતો અને તેઓ ગુસ્સે થાય તે તેને ગમતુ નહોતું. પરંતુ કિડી ખુબ બહાદૂર હતી અને મિજાજી વૃદ્ધ પિતાથી ડરતી નહોતી.

એક દિવસ, બંને મિત્રો મહાબિસ રમત રમતા હતા ત્યારે તેમણે ગુસ્સા સાથે પિતાને આવતા સાંભળ્યાં. મેદાન ધ્રુજવા લાગ્યું અને વૃક્ષો આજુબાજુ ડોલવા લાગ્યાં.

‘ઓહ નો, તે મારા પિતા છે!’ નાનો હાથી રડવા લાગ્યો, ચહેરા પર બીકની લાગણી છવાઇ ગઇ. ‘મારે શું કરવું?’

નાની કિડી તેની છાતી પસવારી અને તેની સંપૂર્ણ ઉંચાઇ સામે ઊભી રહી. ‘ડર નહીં, મારા મિત્ર, તું મારી પાછળ છૂપાઇ જા અને તારા પિતા તમે શોધી શકશે નહીં!’

Enjoyed this story?
Find out more here