KidsOut World Stories

અહર્ષિ: બંગાળનો વાઘ Abbey Ledger-Lomas    
Previous page
Next page

અહર્ષિ: બંગાળનો વાઘ

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

અહર્ષિ: બંગાળનો વાઘ

એક બંગાળી વાર્તા

 

 

 

 

 

*

અહર્ષિ – મોટો બંગાળ વાઘ – ઊંડા વિચારોમાં હતો. શિયાળો હતો અને એના પોતાના પંજાના તળિયે બરફ ને સહન કરવાની આદત પાડી રહ્યો હતો. એ થોડો ધ્રુજ્યો… મૅન્ગ્રોવના ગરમ અને ચીકટ કાદવને યાદ કરીને.

અહર્ષિને ઘણી બધી બાબતો યાદ આવતી હતી. એને યાદ આવતું કે કેવી રીતે એનું શરીર રાજસી કેસરિયા રંગે ચમકતું દેખાતું  હતું, કે કેવી રીતે બપોરના તેજ તડકામાં એની કાળી પટ્ટીઓ વીજળીના કાળા કડાકા જેવી તીવ્ર અને નિર્ભય લાગતી હતી. એને સાંજની ગરમીમાં થોડી ઊંઘ લેવી અને જંગલની વેલોમાંથી પસાર થતા સૂર્યના છેલ્લાં કિરણો જોવાનું યાદ આવતું હતું. એ વિચારતો હતો કે શું એને ફરીથી દોયલ પક્ષીઓની ચહકાટ સાંભળવા મળશે, કે પવન સાથે આવતી પાકેલી કેરીની ખુશબૂ માણી શકશે? આવી નાનકડી પણ ગહન યાદોને, અહર્ષિ પોતાના મનમાં ઘડવા માટે ખુબ જ પ્રયત્ન કરી રહ્યો હતો. અહર્ષિ પોતાનું ઘર બહુ યાદ કરતો હતો.

અહર્ષિએ ઊંડો શ્વાસ છોડ્યો ત્યારે તેની મૂછો તણાઈ ગઈ. જમીન પરથી દાણા ચગાવી રહેલી સ્ટારલિંગ્સ અવાજથી ઊડી અને ધૂંધળા આકાશમાં વિખેરી ગઈ.

ત્રણ કલાક વીતી ગયા હતાં, અને ઘણી જ મહેનતથી વિચારવા છતાં પણ એના મનમાં ફક્ત અસ્પષ્ટ એવી કેરીઓ અને મૈંગ્રૂવના જંગલોની આધી અધૂરી છબીઓ જ આવી. એને ચિંતા થવા લાગી કે એ પોતાનું જૂનું ઘર પૂરેપૂરું ભૂલી રહ્યો છે.

જ્યારે અહર્ષિ પહેલી વાર તેના માતા અને પિતાની સાથે ઇંગ્લેન્ડના ઝૂમાં આવ્યો, ત્યારે બધું રોમાંચક લાગતું હતું. તે બધું ખૂબ ઉત્સાહથી માણતો — તેની ઝાંખી કેસરી આંખોમાં ઉત્સુકતા હતી જ્યારે તે એક વૃક્ષ પરથી બીજાં વૃક્ષ પર કૂદકો મારતો, દરેક ફૂલને સુંઘતો, કે દરેક નાનકડા જીવજંતુને પંજાથી પકડવાનો પ્રયાસ કરતો.

"હવે શાંત થા, અહર્ષિ," એની મા કહેતી. "તું બહુ દૂરથી આવ્યો છે. શોધખોળ કરવા માટે પૂરતો સમય છે; હવે તારે આરામ કરવો જોઈએ."

પણ નાના વાઘ અહર્ષિ પાસે આરામ કરવા ક્યાં સમય હતો. મળવા માટે નવા જાનવર હતા, ચઢવા માટે નવા વૃક્ષો હતા. તેના નવા ઘરના વિષે જાણવા માટે ઘણું બધું હતું. પહેલા દિવસે સૂર્યાસ્ત થાય એ પહેલા, અહર્ષિ બધી જાનવરના પાંજરાંની આસપાસ ઉછળકુદ કરી ચુક્યો હતો — એક પછી એક સવાલ પૂછતો હતો, પરદેશી પંખીઓના અજાણ્યા અને ભવ્ય રંગો જોઈને ચકિત થતો હતો અને ગેંડાના પાંજરામાં  મીઠી અને અજાણી ઘાસની સુગંધને સૂંઘતો હતો.

જેમ જેમ તેણે વધુ શોધખોળ કરી, તેમ તેમ અહર્ષિને સમજાતું ગયું કે તેનું નવું ઘર પહેલા જેવું નહોતું. અને હવે આ યુવાન વાઘ ચિંતિત હતો કે તેણે પોતાના વતનની બધી જ કિંમતી યાદોને ગુમાવી દીધી છે. એને ડર લાગતો હતો કે કદાચ એ ‘બંગાળ વાઘ’ હોવાનું જ ભૂલી ગયો છે.

*

અહર્ષિએ આંખો મીંચી દીધી અને તેના પૂંછડીને ઈરાદાપૂર્વક એક બાજુથી બીજી બાજુ લહેરાવવાનું શરૂ કર્યું. ‘યાદ કર...’ તેણે પોતાને કહ્યું. ‘હજી વધુ જોર આપીને યાદ કરવાનો પ્રયત્ન કર!’

ઘણાં કલાકો વીતી ગયા, દિવસ ધીરે ધીરે સાંજમાં બદલાવો લાગ્યો અને બીજાં બધાં જાનવર સાંજની ઝાંખી રોશનીમાં શાંત થવા લાગ્યાં. થોડા સમય પછી અહર્ષિને એવું લાગ્યું કે કોઈ એની તરફ જોઈ રહ્યું છે. તેણે એક આંખ ખોલી અને પૂરેપૂરૂ  ધ્યાન રાખવાનો પ્રયાસ કરતો રહ્યો; યાદ કરવાનો પ્રયાસ કરતો રહ્યો, ફક્ત યાદ કરવાનો જ પ્રયાસ. એ ઝોડી ચિત્તો હતો.

“તું  શું કરી રહ્યો છે?” ચિત્તાએ ગાઢ અને ગુંજવતી અવાજમાં પૂછ્યું.

“હું યાદ કરી રહ્યો છું,” અહર્ષિ બોલ્યો. “હવે જો તમને વાંધો ન હોય …” અહર્ષિ ફરીથી આંખ બંધ કરી અને વધુ જોરથી ધ્યાન લગાવવાનો પ્રયાસ કર્યો.

“યાદ કરી રહ્યો છે?” ઝોડીએ પુછ્યું.

“હા. હું  મારા વતનની અને બંગાળ વાઘ હોવાની બધી યાદો ભૂલી ગયો છું, એટલે તે બધું હંમેશા માટે જતું રહે એ પહેલા યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હવે જો તમને વાંધો ન હોય …”

ફરીથી અહર્ષિએ પોતાની આંખો બંધ કરી અને પોતાની વતનની છબીઓ કાઢવાનો પ્રયત્ન કર્યો.

“તારા બંધ આંખોથી તું દૂર સુધી નહીં પહોંચી શકે,” ઝોડી બોલી.

અહર્ષીએ આંખો પહોળી ખોલી અને ખૂબ જ ચીડેલો લાગ્યો. “જ્યાં સુધી તું મને શાંત ન છોડે અને વિચારવા ન દે, ત્યાં સુધી હું ક્યાંય પહોંચી શકીશ નઇ!” અહર્ષિએ કહ્યું. "તું સમજી પણ નહીં શકે,  તું વાઘ પણ નથી, બંગાળ વાઘ તો દૂર ની વાત છે! તું તો ચિત્તા છે!"

"અરે  મૂર્ખ જાનવર!" ઝોડી હસતાં હસતાં બોલી. “ત્યાં જો!" તેણે કઠણ જમીન પરના ચમકતા અને પાતળા બરફ તરફ આંગળીથી ઈશારો કર્યો.

અહર્ષિ થોડો ગુંચવાઈને ઝોડીને જોઈ રહ્યો. “મને તો લાગે છે કે તું થોડી પાગલ થઈ ગઈ છે, ઝોડી.” તેણે કહ્યું. અને એ જ સમયે, એને પોતાને પણ હસી આવી ગઈ.

"જો તને યાદ કરવું હોય કે વાઘ કેવી રીતે બનવું," ઝોડી દયાળુ અવાજમાં બોલી, "તો બસ જોઈ લે!"

“સારું, જો તું મને એકલો છોડી દેશે તો હું જોઈ લઉં."

*

અહર્ષિએ થોડુંક ગળું વાળ્યું અને જમીન પરના કાચ જેવા બરફના અરીસામાં જોયું. ઝોડી તેની પીઠ પાછળથી મીઠી અવાજે બોલી.

"અરે વાહ, તારાં કેટલા સુંદર પટ્ટા છે!" તે બોલી. "જ્યારે હું  કાચમાં જોઉ છું ત્યારે મારાં ધબ્બા દેખાય છે. કોઈના ધબ્બા મારા જેવા તો નથી!"

"મારી મમ્મી ને ધબ્બા હતા, અને મારી મમ્મી ની મમ્મીને પણ, અને એમની મમ્મીને પણ... સૌથી પાછળ જઈએ ….જયાં મારી પર-પરદાદી દક્ષિણ આફ્રિકાના ઘાસવાળા મેદાનોમાં ફરતી હતી!"

અહર્ષિએ જોયું કે જ્યારે ઝોડી પોતાના વતનના તપતા સવાન્ના મેદાનો અને લીલાછમ જંગલોની કલ્પના કરતી હતી, ત્યારે તેની આંખો વધુ ચમકી ઉઠી હતી. "જ્યારે હું મારા ધબ્બા જોઉ છું," તે આગળ બોલી, "ત્યારે મને મારો આખો ઇતિહાસ દેખાય છે." અને આ ધબ્બા તો હંમેશા મારી સાથે જ રહેશે." તેણે અહર્ષિને આંખ મારી. "અંતે," તે બોલી,  "ચિત્તા એના ધબ્બા ક્યારેય બદલતો નથી!"

"પણ શુ તને ઘરની યાદ નહિ આવે કે તું ઉદાસ નહિ થતી?" નાના વાઘે હળવી રાવ સાથે પૂછ્યું. "અહીં બધું કેટલું જુદું છે."

"આપણે બધાને ઘર યાદ આવતું હોય છે," ઝોડીએ બરફ પર પંજા ચલાવતા જવાબ આપ્યું, "પણ અહીં જો આપણું પ્રતિબિંબ. આપણે એટલા પણ અલગ નથી. તું બંગાળથી છે અને હું આફ્રિકાથી, પણ જોકે આપણી મૂછ એકસરખી છે. અને અહી જો..." ઝોડીએ પોતાના તીખા નખોથી બરફ પર એક તીવ્ર રેખા ચીરી અને પછી તેને એવી રીતે ઉપર ઉઠાવી કે ઢળતી રોશનીમાં તે ચમકી ઉઠી. "આપણે બન્ને પાસે આ છે," એ હસીને બોલી.

એ જ સમયે  ઝૂના પૂર્વ ખૂણે આવેલા હાથીઓના વસવાટ  વાળાં વિસ્તારમાંથી મોટો ઊંચો અવાજ થયો.

"એમાં કોઈ ખાસ તો નથી ને!" અહર્ષીએ કહ્યું. "આપણે તો બંને બિલાડા છીએ. પણ હું ત્યાંના હાથીઓ જેવો તો નથીને?"

ઝોડી ખિલખિલાઈ ઉઠી. "હાથીઓ દેખાવમાં જુદા હોઈ શકે છે અને તેમની અવાજ પણ અલગ હોય, પણ મને ખાતરી છે કે હાથીઓને પણ ઘરની યાદ આવતી હશે. આ એવી વાત છે કે જે તમાંરા બંનેમાં સમાન છે!"

અહર્શી થોડી શંકામાં દેખાયો, કારણ કે તેણે વિચાર્યું કે હાથીઓ તો બહુ મોટા અને મજબૂત હોય છે – એમને કદી દુઃખ તો થતું પણ હશે? "મને લાગે છે કે હજી પણ તેમને યાદ હશે કે તેઓ કયાંથી આવ્યા છે," તેણે કહ્યું. "મારી મમ્મી કહે છે કે હાથી કદી કંઈ ભૂલતા નથી."

ઝોડી હસવા લાગી અને કઠણ જમીન પર આડી થઇને ગોળ ગોળ ઘૂમવા લાગી. ‘એ તો સાચું છે!’ તેણે માંની લીધું. ‘હાથી કદી ભૂલતા નથી!’"

"અને મને તો લાગે છે કે ઝેબ્રાને ક્યારેય ડર લાગતો જ ન હોય," અહર્શી બોલતો રહ્યો. હજી પણ થોડો નારાજ લાગતો હતો, પણ મિત્રની મસ્તી જોઈને થોડુ સ્મિત આવી ગયું.

"તે ક્યારેય તેમને ઝૂ કિપરના ટ્રેક્ટરથી ભાગતા નથી જોયા?" ઝોડીએ પુછ્યું.

"અને... અને મગરો? એમને પણ ડર લાગે છે? અને દુઃખ પણ થાય છે?" અહર્શીએ પૂછ્યું.

"તે જોયું નથી કે તેઓ પાણીની અંદર છૂપાઈ જાય છે?" ઝોડીએ જવાબ આપ્યો અને મસ્તીમાં પોતાના નાકથી અહર્શીને થપકો આપ્યો. "આપણને બધાને ક્યારેક ઘરની યાદ આવતી જ હોય છે, અહર્શી. અને એટલે જ આપણે બધા જુદાં જુદાં દેખાઈએ છીએ. આપણે જુદાં છીએ, કારણ કે એ રીતે જ આપણે યાદ રાખી શકીએ. જો મને. મારી પાસે આ સુંદર પૂંછડી છે, જે મને યાદ અપાવે છે કે અમે ચિતાઓ ઝાડની ઊંચી ડાળીઓ પર સંતુલન રાખવામાં સૌથી સારા છીએ!"

અહર્શીનો મિજાજ હવે સારો થવા લાગ્યો, અને થોડા સમયમાં જ તેની છાતીમાંથી એક પ્યારભરી ગરજ નીકળી. "અને મારી પાસે હંમેશાં મારી પટ્ટીઓ રહેશે — ઊંચી ઘાસમાં છૂપાઈ જવાનું મને બરાબર આવે છે! અમે વાઘો તો આખા બંગાળમાં સૌથી સારા શિકારી છીએ!"

"અહર્શી, તું જ્યા જશે, તારી પટ્ટીઓ પણ ત્યાં જ જશે," ઝોડીએ સ્મિત સાથે કહ્યું.

"અને જ્યારે હાથીઓને દુઃખ થાય, ત્યારે તેઓ પોતાની સુંઢ જોઈને યાદ કરી શકે છે કે તેઓ પાણીમાં છપકાં મારવામાં સૌથી સારા છે," અહર્શીએ કહ્યું. "અને જ્યારે મગરોને દુઃખ થાય અથવા ડર લાગે, ત્યારે તેઓ પોતાના ઝાળીવાળાં પગ જોઈને યાદ કરી શકે છે કે તેઓ તો નદીમાં સૌથી ઝડપી છે..."

નાનો વાઘ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. તેની આંખો હવે ભારે લાગી રહી હતી, અને તેના મોઢેથી એક મોટું બગાસું નીકળી ગયું. હવે સાંજ પડી ગઈ હતી અને ઝૂમાં અનેક જાનવરોના મીઠા અવાજોથી જાણે જીવંતતા છવાઈ ગઈ હતી. કેટલાંકના શરીર પર પટ્ટા હતા, તો કેટલાક પર ટપકાં. કોઈ પણ એક બીજાં જેવા ન હતા. જેમ જેમ રાત પડી અને આકાશ તારાઓથી ભરી ગયું, તેમ અહર્શીને સમજ આવવા લાગ્યું કે ભલે બધા જાનવર જુદાં જુદાં હોય, પણ ક્યારેક તેમની લાગણીઓ તો એક સરખી જ હોય છે. એ જ સમયે અહર્શીને સમજાયું કે હવે તે ક્યારેય એકલો નહિ હોય — અને એ જ સમયે તેણે સમજ્યું કે તેનું ઘર તો હમેશા તેની સાથે, તેના દિલમાં રહેશે.

Enjoyed this story?
Find out more here