KidsOut World Stories

હાથીઓ કેમ ઉડી શકતા નથી? Becky Walker    
Previous page
Next page

હાથીઓ કેમ ઉડી શકતા નથી?

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

હાથીઓ કેમ ઉડી શકતા નથી?

એક હિન્દી વાર્તા

 

 

 

 

 

*

ખૂબ જૂના સમયમાં, મોટાભાગના લોકો યાદ કરી શકે એથી પણ પેહલા, હાથીઓ ઉડી શકતા હતા! એમને ચાર વિશાળ પાંખો હતી અને તેઓ આકાશમાં એટલા ઝડપથી ઊડી જતા કે બીજાં પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ જતા. પણ આ મોટા જીવો ક્યારેક થોડા મૂર્ખ પણ હતાં. પણ શશશ... બીજાં પ્રાણીઓ હંમેશાં ચુપ રહેતાં અને આ વાત વિશે કદી બોલતાં ન હતા.

હાથીઓ એટલા શક્તિશાળી અને ઝડપી હતા કે ભગવાને વિચાર્યું કે એમની મદદ લેવી જોઈએ. ભગવાન આ મોટા જીવો પર બેસી શકતા અને તેઓ ભગવાનને દુનિયાને પૂર્ણ બનાવવામાં મદદ કરતા. એક પળમાં તે ચીન પહોંચી જાય અને ત્યાંથી આંખ ઝપકાવે એટલામાં આઇસલેન્ડ પહોંચી જાય! આ હાથીઓ એટલા મજબૂત હતા કે તેઓ પર્વતો અને બરફના પહાડોને ધકેલીને તેની જગ્યા બદલી દેતા, જ્યાં સુધી દુનિયા સરસ રીતે તૈયાર ન થાય. ઉદાહરણ તરીકે, જેમ કે, હાથીઓએ ભગવાનને મદદ કરી હતી હિમાલયને ભારતમાં લાવવા માટે અને તાંઝાનિયામાં કિલિમાંજારો પર્વતને લાવવા માટે.

હાથીઓ પર સવારી કરીને ભગવાને આખી દુનિયા ગોઠવી દીધી અને ખામી વગરની બનાવી દીધી.

જ્યારે આ મોટું કામ પૂરુ થયું, ત્યારે ભગવાને હાથીઓને કહ્યું કે હવે તેઓ હંમેશાની રજામાં જઈ શકે છે. હા… પણ ત્યાં સુધી જ જ્યાં સુધી એમના માટે કોઈ નવું કામ ના આવે!

હવે  હાથીઓ પાસે ખાસ કોઈ કામ નહોતું. પછી શું થયું ખબર છે? હાથીઓ આળસુ થઈ ગયા. સમય પસાર કરવા માટે તેઓએ જૂના દિવસોની વાતો કરવાનું શરૂ કર્યું. તેઓ વાતો કરતા કે તેઓ કેટલા શક્તિશાળી હતા. તેઓ કહેતા કે તેઓ કેટલા ઝડપથી ઉડતાં હતા, અને ભગવાન તેમને કેટલું માન આપતા હતા. અને જેમ જેમ તેઓ વાત કરતા ગયા, તેમ તેમ તેમને લાગવા લાગ્યું કે તેઓ પૃથ્વી પર  બાકીના બધા જ પ્રાણીઓ કરતા ઘણાં વધારે સારા છે.

તેઓ ખરેખર દુનિયામાં સૌથી મહત્વના તો હતા જ!

ફાજલ સમયમાં હાથીઓ એકબીજાને કહેતા. “એ મોરને જુઓ”, તેવો તુચ્છતાથી કહેતા કે, “જુઓ, એની નાની, ભૂરા રંગની પાંખો કેટલી કુરુપી લાગે છે! આપણી પાંખો સામે તો કંઈ જ નહીં!" અને તેઓ હંમેશા જાણિ જોઇને પોતાનો અવાજ ઉંચો કરતા, જેથી નાનો મોર તેમનાં નિર્દયી શબ્દો સાંભળી શકે.

અને એ બીચારો મોર, જે દિલથી દયાળુ અને વિનમ્ર હતો, તે હાથીઓની વાતને નકારી પણ શક્યો નહિ. તે વિચારતો રહ્યો, 'હાથીઓ સાચા છે. હું નાનો છું. મારાં પાંખ પરીઓ જેવા સુંદર નથી અને હું હાથીઓ જેટલો તાકાતવર પણ નથી.'

સમય જતાં હાથીઓમાં ઘમંડ આવી ગયો. તેમને લાગ્યું કે હવે તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. લોભી હાથીઓ કેળાના વૃક્ષમાંથી બધા કેળા લઈ જાય, બીજાં પ્રાણીઓ માટે એક પણ નહીં છોડે. બીજા પ્રાણીઓ દુઃખી થઈ ગયા કારણ કે તેમને ખાવા માટે એક પણ કેળું મળતું નહીં. અને તમને ખબર છે કે હાથીઓએ પોતાના સૂંડમાં રાખેલા કેળાંનું શું કર્યું?

હાથીઓ તેમના મનગમતા કોઈપણ ગામમાં ઊતરી આવતા — અને પોતાની પાંખો પાથરીને પિકનિક માટે બેસી જતા. આખું ગામ હાથીઓના વજનથી ચપટાઈ જતું. ઘરો ઢળી પડતા અને ખેતરો બગડી જતા. ગામલોકો બહુ દુઃખી થતા.

ગરીબ ગામવાસીઓ તેમના ઘરો તૂટી જતા બહુ ગુસ્સે થયા, અને ખાલી પેટવાળા પ્રાણીઓ પણ ખૂબ રીસાયા. અંતે ભગવાને વિચાર્યું કે હવે બહુ થયું. આ ઘમંડી અને લોભી હાથીઓ તેમની સૂંઢ કરતાં ઘણા મોટા થઈ ગયા હતા, અને તેમને પાઠ ભણાવવાની જરૂર હતી!

ભગવاને બધા હાથીઓને વાત કરવા માટે બોલાવ્યાં. તેમણે કહ્યું: ‘હે શક્તિશાળી હાથીઓ, મારી વાત સાંભળો. તમે દુનિયાને સંપૂર્ણ બનાવવામાં મારી મદદ કરી તે માટે હું તમારો ખૂબ આભારી છું. એટલે હું એક દાવત રાખવા માંગું છું — ફક્ત હાથીઓ માટે.’

બધા હાથીઓ ખૂબ ખુશ થયા. એક હાથીએ બીજાને કહ્યું, "જુઓ! ભગવાન પણ જોઈ શકે છે કે આપણે કેટલા શક્તિશાળી અને બહાદુર છીએ – અને આપણે એમને કેટલી મદદ કરી છે. એ યોગ્ય છે કે એ ફક્ત અમારા માટે જ દાવત કરે!"

તો લોભી હાથીઓ, ગર્વ અને આત્મવિશ્વાસથી ભરેલા, એક પછી એક ઉજવણીમાં પહોંચવા લાગ્યા. વચન મુજબ, ભગવાને શ્રેષ્ઠ ભોજન તૈયાર રાખ્યું હતું – અને ત્યાં તો ખાવાની વસ્તુઓના પહાડ ઊભા હતાં! ચમકતા પીળા કેળાં,  લાલ દાડમ, ખાટામીઠાં જાંબુડા અને રસદાર કેરીઓ... તમે કલ્પના કરો એવું દરેક ફળ ત્યાં હાજર હતું!

લોભી હાથીઓ બહુ જ ખુશ થઈ ગયા અને એમણે આખું ભોજન સાફ કરી નાખ્યું — એક દાણો પણ બાકી રાખ્યો નહીં.

જમવાનું પૂરું થતાં જ બધા હાથીઓ એટલા તૃપ્ત થઈ ગયા કે એક પછી એક આજુબાજુ ફેંકાયેલાં કેળાંનાં છાલ અને કેરીનાં છાલ વચ્ચે ઊંઘી ગયા. આ એ જ ક્ષણ હતી જેના માટે ભગવાન રાહ જોઈ રહ્યાં હતા. જેમ જ છેલ્લો હાથી ઊંઘી ગયો, ભગવાને પોતાનું વિશાળ ચાકુ કાઢ્યું. શાંતિથી ભગવાન દરેક હાથી પાસે ગયા અને તેમની પાંખો કાપી નાંખી. અને ભગવાને આ સુંદર પાંખો નાનાં મોરને આપી દીધી. નાનાં મોરા એટલા ખુશ થયા કે તેઓ જંગલમાં નાચતા અને ગાતા દોડ્યા ગયા.

શું તમે મોરને નાચતા જોયા છે, મોરને નાચતા, મોરને નાચતા? શું તમે મોરને નાચતા જોયા છે, ઝાડોની આસપાસ?

હા, મેં મોરને નાચતા જોયા છે, મોરને નાચતા, મોરને નાચતા. હા, મેં મોરને નાચતા જોયા છે, ઝાડોની આસપાસ.

*

અને હવે હાથીઓનો વિચાર કરો.

જ્યારે હાથીઓ લાંબી ઊંઘથી જાગ્યા, ત્યારે તેઓ આઘાતમાં આવી ગયા — કેમ કે સુંદર મોર પોતાના શાનદાર પાંખો લહેરાવતો તેમને દેખાયો. તેઓ ખૂબ જ ગુસ્સે થયા. પણ ભગવાન પાસે તેમની ફરિયાદો સાંભળવાનો સમય નહોતો. તેના બદલે ભગવાને કહ્યું, 'હું ઈચ્છું છું કે હાથીઓ વધુ સારા અને દયાળુ બને. હું ઈચ્છું છું કે તમે તમારી તાકાત વાપરીને ગામના લોકોને તેમના ઘરો ફરીથી બાંધવામાં મદદ કરો.’

હાથીઓને પોતાના કરેલા કામ માટે ખૂબ શર્મિંદગી થઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ શક્ય તેટલી મદદ ગામલોકોને કરશે. તો આજે પણ, દરેક ગામમાં હાથીઓ આવી જાય છે – આવતા જતા લોકોને મદદ કરે છે.

Enjoyed this story?
Find out more here