KidsOut World Stories

ડિકવ્હિટીન્ગટનઅનેએનીબિલાડી    
Previous page
Next page

ડિકવ્હિટીન્ગટનઅનેએનીબિલાડી

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

ડિકવ્હિટીન્ગટનઅનેએનીબિલાડી

 

 

 

 

 

 

*

ઘણા સમય પહેલાં એક ડિક વ્હીટીંગ્ટન નામનો એક છોકરો હતો તેનું ધ્યાન રાખવા માટે તેના મમ્મી કે પપ્પા નહોતા આથી તેને ઘણીવાર ખુબ ભૂખ લાગતી હતી. દેશના નાનાં ગામમાં તે રહેતો હતો. તેણે ઘણી વખત વાતો સાંભળી હતી કે ખુબ દૂર લંડન નામનું સ્થળ છે જ્યાં બધા લોકો ખુબ સમૃદ્ધ હતા અને શેરીઓ સોનાથી મઢેલી હતી.

ડિક વ્હીટીંગ્ટને નિશ્ચય કર્યો કે તે ત્યાં જશે અને તેનું ભવિષ્ય સારું કરી શકે તે માટે પર્યાપ્ત સોનું શેરીમાંથી ખોદીને લાવશે. એક દિવસ તે ગાડાવાળાને મળ્યો તે લંડન જઇ રહ્યો હતો અને કહ્યું કે ત્યાં જવા માટે તે લીફ્ટ આપશે, આથી તેઓ ચાલવા લાગ્યાં.

તેઓ જ્યારે મોટા શહેરમાં પહોંચ્યા ત્યારે ડિકને તેની આંખો પર વિશ્વાસ ન થયો, તેણે ઘોડા, કેરેજીસ, અસંખ્ય લોકો, મોટા ઊંચા બિલ્ડીંગ્સ, ખૂબ કાદવ જોયા પરંતુ ક્યાંક તે સોનું જોઇ શક્યો નહીં. તે નિરાશ થયો, તેના ભવિષ્યને તે કેવી રીતે સારું બનાવશે? તે કેવી રીતે ખોરાકની ખરીદી કરી શકશે?

થોડા દિવસો બાદ તે ખુબ ભૂખ્યો થયો અને ચીંથરેહાલ સ્થિતિમાં એક પૈસાદાર વેપારીના ઘરના દરવાજા પર પડી ગયો.

રસોઇ કરનાર ઘરમાંથી બહાર આવીઃ તેણીએ રાડ પાડી ‘શું થયું તને,’ ‘ગંદા માણસ’ અને તેણીએ સાવરણી વડે તેને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો.

આ સમયે વેપારી તેના ઘરે પરત આવ્યો અને, ભલા માણસ બની, ગરીબ ડિક પર દયાની નજરે જોયું.

તેના માણસને તેણે આદેશ કર્યો‚ ‘તેને ઘરમાં લઇ આવો.’

*

તેને ખોરાક અને આરામ આપવામાં આવ્યો, રસોડામાં કામ કરવાની ડિકને નોકરી આપવામાં આવી હતી. તે વેપારીનો ખુબ આભારી હતો, પરંતુ, કમનસીબ, રસોઇ કરનાર હંમેશા ગુસ્સો કરતી હતી અને, કોઇ રસોઇ કરતું નહોતું, ત્યારે તેને તે મારતી અને મુક્કા મારતી હતી.

ડિકને અન્ય દુઃખી કરનાર બાબત એ હતી કે ઘરના સૌથી ઉપરના ભાગે એક નાનકડાં રૂમમાં તેને સૂવાનું હતુ અને તેમાં ખુબ ઉંદરો હતા અને તેના ચહેરા પર ફરતા હતા અને તેના નાકને કરડવાનો પ્રયાસ કરતા હતા.

તે ખુબ નિરાશ થયો કે તેણે બચાવેલ પૈસામાંથી તેણે એક બિલાડી ખરીદી. એ બિલાડી ખુબ ખાસ બિલાડી હતી, ઉંદર અને છછૂંદરોને પકડવા માટે સમગ્ર લંડનમાં તેણી શ્રેષ્ઠ બિલાડી હતી. થોડા અઠવાડિયાં બાદ ડિકનું જીવન ખુબ સરળ બન્યું કારણ કે તેની ચાલાક બિલાડી તમામ ઉંદરો અને છછૂંદરોને ખાઇ ગઇ હતી અને તે શાંતિથી સૂઇ શકતો હતો.

થોડા સમય બાદ, ડિકે સાંભળ્યું કે વેપારી દરેકને પૂછતો હતો કે તેઓ તેના વહાણમાં બોર્ડ પર કંઇ મોકલવા માગે છે તો તેનું તેઓ વેચાણ કરી શકે. વિશ્વની અન્ય બાજુએ વહાણ લાંબી મુસાફરી પર જવાનું હતું અને કેપ્ટન વહાણમાં હોય તે તમામ વસ્તુઓનું વેચાણ કરતા અને તેઓ તમામ ખુબ પૈસા બનાવતા. ગરીબ ડિક, તે શું વેચી શકશે?

ઓચિંતો, તેના મનમાં એક વિચાર આવ્યો

‘પ્લીઝ સર, તમે મારી બિલાડી લઇ જશો?’

દરેક તેની સામે જોઇ હસવા લાગ્યા, પરંતુ વેપારી હસ્યો અને કહ્યું:

‘હા ડિક, હું લઇ જઇશ, અને તેણીના વેચાણના તમામ રૂપીયા તમને મળશે.’

વેપારી શહેર છોડી આગળ વધ્યા ડિક ફરી એકવાર રાત્રિના તેના ચહેરા પર ફરતા ઉંદરો અને છછુંદરો સાથે રહેવા લાગ્યો અને દિવસના રસોઇ કરનાર ખુબ ગુસ્સો કરતી હતી કારણ કે તેણીને રોકનાર કોઇ નહોતુ. ડિકે ભાગી જવાનું નક્કી કર્યું.

તે ચાલવા લાગ્યો હતો કે તમામ ચર્ચના ઘંટ વાગવા લાગ્યા અને કહેવા લાગ્યા કેઃ

‘પાછા ફરો ડિક વ્હીટીંગ્ટન લંડનના ત્રણ વખતના લોર્ડ મેયર.’

ડિકને આશ્ચર્યચક્તિ થયો અને વિચાર્યું ‘ઓહ ભગવાન, કૃપાળુ, ઉદાર.’ ‘જો હું લોર્ડ મેયર બનીશ તો મને રહેવા માટે સારી જગ્યા મળશે. હું રસોઇ કરનાર અને પરેશાન કરનાર ઉંદરો અને છછુંદરોને સહન કરીશ અને હું મેયર બનીશ ત્યારે તેણીને હું જોઇ લઇશ!’

આથી તે પાછો ફર્યો.

*

વિશ્વની અન્ય બાજુએ, વેપારી અને તેનું વહાણ તેમના સ્થાન પર આવી પહોંચ્યું હતું. તેમને જોઇ વેપારી ખુબ રાજી થયા અને તેનું સ્વાગત કર્યું જેથી વેપારીએ તેમના રાજા અને રાણીને થોડી ભેટ સોગાદ મોકલવાનું નક્કી કર્યું.

રાજા અને રાણી ખુબ ખુશ થયા અને તમામને એક મિજબાની માટે નિમંત્રણ આપ્યું. પરંતુ, માનો કે નહીં, ભોજન લાવવામાં આવ્યું ત્યારે કોઇ જાદુની જેમ હજારોની સંખ્યામાં ઉંદરો જોવા મળ્યા અને તેઓને જમવાની તક મળે તે પહેલાં તમામ ભોજન ઉંદરો ખાઇ ગયા.

‘ઓહ વ્હાલાં,’ રાજાએ કહ્યું ‘આમ હંમેશા થાય છે - મારી એપલ પાઇ ખાવાની મને ક્યારેય તક મળતી નથી. મારે શું કરવું?’

‘મારી પાસે એક ઉપાય છે,’ વેપારીએ કહ્યું, ‘મારી પાસે એક ખાસ બિલાડી છે જેને હું લંડનથી મારી સાથે લાવ્યો છું, અને ઉંદરો જેટલી ઝડપથી તમારી મીઠાઇ ખાઇ ગયા તેના કરતાં વધુ ઝડપથી તેણી તમારા ઉંદરોને ખાઇ જશે.’

બસ, રાજ અને રાણીના આનંદનો પાર ન રહ્યો, બીજી વખત મિજબાની તૈયાર કરવામાં આવી હતી અને ઉંદરો જોવા મળ્યા, બિલાડી પ્રકાશની ઝડપે તમામ ઉંદરોને પકડીને મારી નાખ્યાં.

રાજા અને રાણી આનંદથી નાચવા લાગ્યા અને ખાસ બિલાડીના બદલામાં વેપારીના વહાણને સોનાથી ભરી દીધું.

વહાણ લંડન પર આવ્યું ત્યારે તેની બિલાડીના બદલામાં વેપારીએ સોનાનો જથ્થો આપ્યો તેનાથી ડિક આશ્ચર્યચકિત થઇ ગયો. વર્ષો જતા તેના નાણાંનો તેણે ચાલાકીપૂર્વક ઉપયોગ કર્યો, અને તેની આજુબાજુના તમામ લોકો અને તેના માટે કામ કર્યું હતું તેમના માટે ખુબ સારાં કામ કર્યા, આથી તે ત્રણ વખત લંડન શહેરના મેયર તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. પરંતુ તે ક્યારેય તેના ભલા મિત્ર અને વેપારીને ભૂલ્યા નહોતા, જેમણે ખુબ પ્રમાણીકતાથી બિલાડીએ કમાવી આપેલ તમામ નાણાં તેને આપ્યાં હતાં.

ડિક મોટો થયો ત્યારે વેપારીની સુંદર દિકરી, આલીસના પ્રેમમાં પડ્યો, અને તેણીની સાથે લગ્ન કર્યાં. વાર્તાઓમાં હોય છે તેમ ત્યારબાદ તેઓ સુખી જીવન જીવ્યાં.

‘પાછા ફરો ડિક વ્હીટીંગ્ટન લંડનના ત્રણ વખતના લોર્ડ મેયર.’

તમે જોયું તેઓ સાચા હતા.

Enjoyed this story?
Find out more here