KidsOut World Stories

હેન્સેલ અને ગ્રેટલ    
Previous page
Next page

હેન્સેલ અને ગ્રેટલ

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

 

હેન્સેલ અને ગ્રેટલ

 

 

 

 

 

 

 

 

 

એક સમયની વાત છે. એક ગરીબ લાકડા કાપનારો રેહતો હતો. તે જંગલની નજીક આવેલા નાનકડા ગામમાં પોતાની બે સંતાનો અને બીજી પત્ની સાથે રહેતો હતો. સંતાનોનાં નામ હતાં હેન્સેલ અને ગ્રેટલ. હેન્સેલ, ગ્રેટલનો મોટો ભાઈ હતો.

એક દિવસ ઘરમાં બિલકુલ ખાવાનું નહોતું બચ્યું. લાકડા કાપનારાની પત્નીએ કહ્યું કે હવે બાળકોને જંગલમાં મોકલી દેવું પડશે. તે ઈચ્છતી હતી કે બાળકો જંગલમાં હમેશા માટે ગુમ થઈ જાય, જેથી તેને અને લાકડા કાપનારાને વધારે ખાવા મળે.

હેન્સેલે પોતાની દુષ્ટ સાવકી માતાની વાત સાંભળી લીધી. ત્યાંથી તે બહાર ગયો અને પોતાના ખિસ્સામાં નાના સફેદ પથ્થરો ભર્યા.

બીજા દિવસે, લાકડા કાપનારો અને તેની પત્ની બાળકોને જંગલમાં લઇ ગયા. લાકડા કાપનારો પોતાના બાળકોને છોડી દેવામાં ખુશ નહોતો, પણ તેની પત્નીએ જબરદસ્તી કરી.

તેથી હેન્સેલ અને ગ્રેટલ જંગલમાં એકલા રહી ગયા.

રાત પડી ગઈ અને ઠંડી થવા લાગી. ગ્રેટલ રડવા લાગી.

“ચિંતા ન કર” હેન્સેલે કહ્યું, “મારો હાથ પકડ. હું આપણને ઘેર પાછા લઈ જઈશ.”

સવારે જ્યારે તેઓ જંગલમાં જતાં હતાં, ત્યારે હેન્સેલે સફેદ પથ્થરો નાખીને રસ્તામાં નિશાની બનાવી હતી. નસીબે, ચાંદ ખૂબ તેજ હતો અને તે સફેદ પથ્થરો પર ચમકી રહ્યો હતો. બાળકો એ પથ્થરોની અનુસરીને ઘરે પાછા પહોંચી ગયા.

લાકડા કાપનારાની પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ જ્યારે તેણે બાળકોને પાછાં આવતાં જોયાં. તેણે પોતાના પતિ પર ચીસો પાડી અને કહ્યું કે ફરીથી બાળકોને જંગલમાં લઈ જઈને ગુમ કરી દે.

લાકડી કાપનારો ખૂબ દુઃખી થયો, પણ પત્નીનો ડર પણ હતો. તેણે તેના કહ્યા મુજબ કરવાનું સ્વીકારી લીધું. જ્યારે બાળકોને ઘરના દરવાજાથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે હેન્સેલે એક રોટલી પકડી લીધી. જ્યારે તેઓ ફરીથી જંગલમાં જતાં હતાં, ત્યારે હેન્સેલ એ રોટલીના ટુકડા રસ્તામાં ફેંકતો ગયો. એ આશા રાખી રહ્યો હતો કે પછી એ ટુકડાઓ જોઈને પાછો રસ્તો શોધી શકશે.

ફરી રાત થઈ. આ વખતે ચાંદ પણ નહોતો. બાળકો એક મોટાં વૃક્ષ નીચે એકબીજાને ચોટીને બેસી ગયા અને સવાર સુધી સુઈ ગયા.

“ચિંતા ના કર,” બીજા દિવસે હેન્સેલે કહ્યું. “આપણે બ્રેડના તુકડાઓની નિશાની અનુસારી ને ઘેર જઈશું”

પણ બ્રેડનો રસ્તો ક્યાંય નહોતો. હેન્સેલે વિચાર્યું જ નહોતું કે પંખીઓ એ ટુકડા ખાઈ જશે. આ વખતે તો બાળકો સાચે જ ખોવાઈ ગયા હતા.

બાળકો જંગલમાં ભટકી રહ્યા હતા. ઘણાં લાંબા સમય પછી, તેમને ઝાડો વચ્ચે એક નવલુ નાનકડું ઘર મળ્યું. એવું લાગતું હતું કે એ ઘર મીઠી બિસ્કીટ અને સાકરથી બનેલું છે.

હેન્સેલે દીવાલમાંથી એક ટુકડો તોડી લીધો અને ખાધો – એ સ્વાદિષ્ટ હતો! પછી ગ્રેટેલે બારીના કિનારા પરથી એક ટુકડો તોડી લીધો. એ બહુ જ સ્વાદિષ્ટ લાગ્યો! બંનેએ વધુ તુકડા તોડી ખાવા માંડ્યા – બિસ્કિટ્સ, મીઠાઈઓ, અને ચોકલેટ્સ! 

એટલામાં અચાનકથી દરવાજો ખુલ્યો અને અંદરથી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. પણ એ દયાળુ વૃદ્ધ નહોતી… અરે નહીં! એ તો જાદૂગરણી હતી!

"હજી વધુ ખાવા લ્યો," જાદૂગરણીએ કહ્યું. "અંદર આવો!"

હેન્સેલ અને ગ્રેટેલને વધુ ખાવાનું મળ્યું, એટલે બંને ખુબ ખુશ થયા. જાદૂગરણીએ હેન્સેલ અને ગ્રેટેલને  ઘણું ખાવાનું આપ્યું. એણે તેમને ખૂબ બધું ખવડાવ્યું! એટલું બધું ખવડાવ્યું કે બહુજ વધારે થઈ ગયું! ખરાબ જાદૂગરણીએ યોજના બનાવી હતી કે એ બંને બાળકોને તેના ભઠ્ઠીમાં શેકી ને ખાઈ જશે! પણ તેને લાગ્યું કે જો બાળકો પાતળા ન હોય તો વધુ સ્વાદિષ્ટ લાગશે. એ તેમને વધારે ખવડાવીને જ્યારે તેઓ જાડા થાય ત્યારે તેમને ખાવા માંગતી હતી. ઘણા સપ્તાહો સુધી, જાદૂગરણી દરરોજ બાળકોને બહુ બધું ખાવા આપતી હતી.

જાદૂગરણી ગ્રેટલને ઘરમાં સફાઈ કરાવતી હતી  અને હેન્સેલને એક પાંજરામાં બંધ કરી દીધો હતો. દરરોજ રાતે એ હેન્સેલની આંગળી દબાવીને જોતી હતી કે એ કેટલો જાડો થયો છે.

જાદૂગરણી સારી રીતે જોઈ શકતી નહોતી. એને હેન્સેલને માત્ર જોવા કરતાં, એની આંગળી સ્પર્શ કરીને સમજવી જરૂરી હતી. પણ હેન્સેલ ખુબ જ હોશિયાર હતો. એણે પોતાના ખિસ્સામાં એક જૂની મરઘીનું હાડકું રાખ્યું હતું. દરરોજ રાતે હેન્સેલ પોતાના આંગળીની જગ્યાએ, જાદુગરણીને એ હાડકું પકડાવતો હતો. જાદુગરણી ગુસ્સે થતી કારણ કે હેન્સેલ ક્યારેય જાડો થતો દેખાઈ રહ્યો ન હતો.

એક દિવસે જાદુગરણી હેન્સેલના જાડા થવાની રાહ જોઈ જોઈને થાકી ગઈ. તેણે ભઠ્ઠી સળગાવી જેથી હેન્સેલને શેકી શકે અને એક સ્વાદિષ્ટ ભોજન માણી શકે.

તે જાદુગરણીએ ભઠ્ઠીનું દરવાજું ખોલ્યું અને તે ગરમ થયું છે કે નહિ એ જોવા અંદર જોયું. જ્યારે જાદુગરણી વળીને નીચે ઝૂકી રહી હતી, ત્યારે ગ્રેટેલ દોડતી આવી અને એને ભઠ્ઠીમાં ધક્કો મારી દીધો! નાની છોકરીએ તરત ભઠ્ઠીનો દરવાજો બંદ કરી દીધો. ઠપ્પ!! જાદુગરણી ભઠ્ઠીમાં ફસાઈ ગઈ!

ગ્રેટેલે મીઠા બિસ્કીટવાળા ઘરની અંદર શોધખોળ કરી. એ કેક અને મીઠાઈઓથી ભરેલું હતું. એક રૂમમાં એને સોનાથી ભરેલા પેટારા મળ્યા. ગ્રેટેલે હેન્સેલના પાંજરાની ચાવી પણ શોધી કાઢી.

ગ્રેટેલે તેના ભાઈને મુક્ત કર્યો. બંને બાળકોએ પોતાના ખિસ્સાઓને સોનાથી જેટલા ભરાય એટલા ભર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.

પૂરા બે દિવસ સુધી બંને બાળકો જંગલમાં ભટકતાં રહ્યા. આખરે તેમને પોતાનું ઘર મળ્યું અને તેમને તેમના પિતા દેખાયા! તેઓ તેમને જોઈને બહુ ખુશ થયા અને કીધું કે તેમની સાવકી માતા જતી રહી હતી .

હેન્સેલ અને ગ્રેટેલે પોતાના ઘર જવાનો રસ્તો શોધી કાઢ્યો. તેઓ ક્યારેય ભૂખ્યા કે ગરીબ રહ્યા નહીં.

Enjoyed this story?
Find out more here