KidsOut World Stories

લૈલા અને મજનુની વાર્તા Awalkhan Ahmadzai and Emal Jabarkhail    
Previous page
Next page

લૈલા અને મજનુની વાર્તા

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

લૈલા અને મજનુની વાર્તા

એક અફઘાની વાર્તા

 

a small red heart that's breaking

 

 

 

 

 

*

ક્વેસ ઇબન અલ-મુલાવાહ એક બાળક માત્ર હતો જ્યારે તે ગંભીરપણે લૈલા અલ-આમિરિયાના પ્રેમમાં પડ્યો. તે તદ્દન પહેલા દિવસથી આ પ્રેમ પર ચોક્કસ હતો જ્યારે શાળામાં પહેલી વાર તેની નજર તેણી પર પડી હતી. તેણે લૈલા વિશે તરત સુંદર પ્રેમ કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને તે ઇચ્છે તેવી કોઇપણ વ્યક્તિ માટે રસ્તા પર ખૂણેખાંચરે મોટેથી કવિતા વાંચતો. આવી પ્રેમ અને ભક્તિનું જોશીલું પ્રદર્શન જોઇને ઘણાંએ તે બાળકનું નામ મજનુ, એટલે કે મેડમેન (ગાંડો-ઘેલો) પાડ્યું.

એક દિવસ, મજનુને લગ્ન માટે લૈલાના પિતા પાસે તેમની પુત્રીનો હાથ માગવાની હિમત આવી, પરંતુ તેણીના પિતાએ માગણી ઠુકરાવી દીધી. પિતાજીએ કારણ બતાવ્યું કે, આવું લગ્ન એક કૌભાંડ માત્ર બની રહેશે. તેમની પુત્રી માટે એવી વ્યક્તિને પરણવું યોગ્ય નહિ બને જેઓને દરેક વ્યક્તિ 'મેડમેન (ગાંડો-ઘેલો)' તરીકે ઓળખતી હોય. તેને બદલે, લૈલાને બીજી કોઇ વ્યક્તિનું વચન આપ્યું.

મજનુ શોકમાં ડૂબી ગયો અને પોતાનું ઘર અને કુટુંબ છોડીને વનવગડામાં અદૃશ્ય થઇ ગયો. તેણે પોતાની પ્રેમાળ લૈલા માટે કવિતાઓ રચવા પોતાના દિવસો વિતાવીને, જંગલી પ્રાણીઓની વચ્ચે રહીને એકાંત દયનીય જીવન જીવ્યું. લૈલાને બીજી કોઇ વ્યક્તિ સાથે પરણવા દબાણ કરવામાં આવ્યું અને, જોકે તેણી તેને પ્રેમ કરતી ન હતી કારણ કે તેણીનું દિલ હજુ પણ મજનુ પ્રત્યે ઘેલું હતું, તેણી એક વફાદાર પત્ની રહી.

આ લગ્નના સમાચાર મજનુ માટે પાયમાલ કરી દેનારા હતા જેણે શહેરમાં પોતાની માતા અને પિતા પાસે પરત આવવાનું નકારીને, એકાંત જીવન જીવવાનું ચાલુ રાખ્યું હતું.

મજનુની માતા અને પિતાને પોતાના પુત્રની ભયંકર ખોટ સાલતી હતી અને તે દરરોજ ઘરે સુરક્ષિત પાછો આવે તે માટે તરસ્યા રહેતા. તેઓ એ આશા રાખીને બગીચામાં નીચલા ભાગે તેના માટે ભોજન છોડી દેતા કે એક દિવસ તે રણમાંથી પરત નીકળીને ઘરે પાછો આવશે. પરંતુ મજનુ એકાંતમાં પોતાની કવિતા લખતો રહીને, એકપણ વ્યક્તિ સાથે ક્યારેય વાત કર્યા વગર, વનવગડામાં પડી રહ્યો.

મજનુએ પોતાનો બધો સમય એકલા વિતાવ્યો, તેની આસપાસ એકઠા થયેલા વનવગડાના પ્રાણીઓ માત્રથી ઘેરાયેલા રહીને અને તેઓએ તેને રણની લાંબી રાતો દરમિયાન સંરક્ષણ આપીને. તે ઘણીવાર પ્રવાસીઓના જોવામાં આવ્યો જેઓ શહેર તરફના પોતાના માર્ગમાં તેની પાસેથી પસાર થતા હતા. પ્રવાસીઓએ કહ્યું કે મજનુએ પોતાના દિવસો પોતાના માટે કવિતા લખીને અને રેતીમાં લાંબી લાકડી વડે લખીને વિતાવ્યા; તેઓએ કહ્યું કે તે ખરેખર તુટેલા દિલથી ગાંડો થઇ જતો.

ઘણાં વર્ષો પછી, મજનુના પિતા અને માતા બંને ગુજરી ગયા. પોતાના માતા-પિતાઓ પ્રત્યે તેની ભક્તિ જાણીને, લૈલાએ મજનુને તેઓના સમાચાર મોકલવાનો નિર્ધાર કર્યો. છેવટે તેણી એક વયોવૃદ્ધ વ્યક્તિને મળી જેણે રણમાં મજનુને જોયો હોવાનો દાવો કર્યો હતો. ઘણી યાચનાઓ અને વકીલાત પછી વૃદ્ધ વ્યક્તિએ આગામી સમયમાં પોતાના પ્રવાસમાં તે સંદેશો પહોંચાડવા સંમતિ દર્શાવી.

એક દિવસ, વૃદ્ધ વ્યક્તિને રણ માર્ગમાં મજનુનો ભેટો થયો. ત્યાં તેમણે મજનુના માતા-પિતાના મૃત્યુને સંબંધિત સમાચાર ગંભીરપણે પહોંચાડ્યા અને તેઓ દબાણપૂર્વક જુવાન કવિને પહોંચેલા ભયંકર આઘાતના સાક્ષી બન્યા.

દુઃખ અને ખોટથી પરવશ, મજનુએ પોતાને દુનિયાથી સંપૂર્ણપણે દૂર કરી દીધી અને પોતાના મૃત્યુ સુધી રણમાં જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

કેટલાક વર્ષો પછી, લૈલાના પતિનું અવસાન થયું. આ જુવાનિયાએ આશા રાખી કે અંતે તેણી પોતાના સાચા પ્રેમને પામશે; એ કે છેવટે તેણી અને મજનુ કાયમ માટે એકસાથે થઇ જશે. પરંતુ કમનસીબે આવું થવાનું ન હતું. પરંપરાએ માગણી કરી કે લૈલા પોતાના મૃત પતિનો શોક મનાવવા બીજી કોઇ વ્યક્તિને જોયા વગર પૂરા બે વર્ષ સુધી પોતાના ઘરમાં રહે. વધુ બે વર્ષ સુધી મજનુ સાથે ન રહેવાનો વિચાર લૈલા માટે અસહ્ય હતો. તેઓ જીવનભર અલગ રહ્યા હતા અને વધુ બે વર્ષ એકાંતમાં તેણીના પ્રિય વ્યક્તિને જોયા વગર, જુવાન સ્ત્રી માટે જીવન ત્યાગવાનું કારણ બનવા પૂરતા હતા. લૈલાનું તૂટેલા દિલથી મૃત્યુ થયું, તેણીના ઘરમાં એકલવાઇ હતી ત્યારે મજનુને ફરી ક્યારેય જોયા વગર.

લૈલાના મૃત્યુના સમાચાર મજનુને વનવગડામાં મળ્યા. તે તરત લૈલાને દફનાવવામાં આવી હતી તે જગ્યાએ તાત્કાલિક પહોંચ્યો અને ત્યાં તે આંસુ સારતો અને રડતો રહ્યો જ્યાં સુધી તે પણ અશક્ય શોક સામે નમી ગયો અને પોતાના એક સાચા પ્રેમની કબર પર મૃત્યુ પામ્યો.

‘હું આ દિવાલો પાસેથી, લૈલાની દિવાલો પાસેથી પસાર થઉ છું

અને આ દિવાલ અને તે દિવાલને ચુંબન કરું છું.

તે એ ઘરોનો પ્રેમ નથી જેણે મારું દિલ લીધું છે

પરંતુ તે ઘરોમાં વસતી એક વ્યક્તિ છે.’

Enjoyed this story?
Find out more here