KidsOut World Stories

એક સારો મિત્ર Noel White    
Previous page
Next page

એક સારો મિત્ર

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

એક સારો મિત્

નોએલ વ્હાઇટની એક અંગ્રેજી વાર્તા

 

 

 

 

 

*

યાસિનના કુટુંબે ઇરાકથી ઇંગ્લેન્ડ સ્થળાંતર કર્યું જ્યારે તે એક જુવાન બાળક માત્ર હતો. યાસિન સમારામાં પોતાનું ઘર છોડવા ઇચ્છતો ન હતો પરંતુ તેના પપ્પાએ કહ્યું કે ત્યાંનું ઘર છોડવું કુટુંબ માટે શ્રેષ્ઠ હતું કારણ કે હવે ત્યાં વધારે સમય રહેવું બિલકુલ સુરક્ષિત ન હતું અને તેઓ ઇચ્છતા હતા કે તેમના પુત્રનો ઉછેર તમામ લોકોને સ્વીકારતો હોય તેવા દેશમાં થાય. યાસિનના પપ્પાએ પોતાના પુત્રને કહ્યું કે ઇંગ્લેન્ડ બહુવિધ સંસ્કૃતિવાળો દેશ હતો જ્યાં વંશીય મૂળ કે ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં લીધા વગર લોકો સાથે રહેતા અને સાથે મળીને કામ કરતા હતા.

ભલે યાસિન ઇરાક છોડવા અંગે ખુશ ન હતો તેમ છતાં, તેણે પોતાનું નવું જીવન લંડન નામથી જાણીતા મોટા શહેરમાં સ્થિર કર્યું. લંડન પોતાની ઊંચી ઇમારતો અને સંગ્રહાલયોથી ભરપૂર બહુ રોમાંચક શહેર હતું, અને યાસિનને ખાસ કરીને લંડનનું પ્લેનેટોરિયમ અને મોટી નદી થેમ્સ ગમી જેની પર તેના તમામ જૂના પુલો બંધાયેલા હતા.

યાસિને એન્ડ્ર્યુ નામના પોતાની બાજુમાં રહેતા પડોશી બાળક સાથે મિત્રતા પણ બનાવી. આખા ઉનાળા દરમિયાન એન્ડ્ર્યુ અને યાસિન ઉદ્યાનમાં રમતો રમતા કે એન્ડ્ર્યુની મમ્મી સાથે ઝૂમાં (પ્રાણી સંગ્રહાલયમાં) જતા. એન્ડ્ર્યુએ પોતાના રમકડાઓ અને પોતાની કોમિક્સ (ચિત્રવાર્તાઓ) યાસિન સાથે વહેંચી અને તેને પોતાના મનપસંદ સુપરહીરો વિશે બધું જણાવ્યું. તેઓએ યાસિનના ઘરના પાછળના ભાગે કેમ્પ (છાવણી) પણ બનાવી જ્યાં તેઓ પુખ્ત ઉંમરના લોકોથી સંતાઇ શકે.

આ ઉનાળો મજાનો સમય હતો અને જુવાન યાસિનને લંડનમાં જલદી ઘર જેવું લાગ્યું પછી ભલે તે બહુ મોટું શહેર હતું અને એટલું સૂર્ય પ્રકાશિત અને ગરમ નહિ જેટલું સમારા હતું. તેનું અંગ્રેજી, ખાસ કરીને એન્ડ્ર્યુની મદદ વડે વધારેને વધારે સારું થતું ગયું, જોકે એવા ઘણાં શબ્દો રહેતા જેને યાસિન સમજતો ન હતો અને તેને ઘણી વાર મૂર્ખતા લાગતી કારણ કે તે પોતાને ગમે તેટલું પણ બોલી શકતો ન હતો.

છેવટે જ્યારે સપ્ટેમ્બર મહિનો આવ્યો અને પાંદડાઓનું વૃક્ષો પરથી ખરવાનું શરૂ થયું ત્યારે, યાસિનના પપ્પાએ સમજાવ્યું કે તે હવે તેના પુત્ર માટે શાળાએ જવાનો સમય થયો હતો. યાસિનની ઉંમર સાત વર્ષની હતી તેથી તે સ્થાનિક પ્રાથમિક શાળાના વર્ષ ત્રણમાં – પોતાના મિત્ર એન્ડ્ર્યુની જેમ એ જ સરખા વર્ષમાં જઇ શકતો હતો!

ભલે યાસિન શાળાએ જવામાં બહુ ગભરાતો હતો તો પણ, તેના પપ્પા અને મમ્મીએ તેને ખાતરી કરાવી કે તે મજાનું સ્થળ હતું જ્યાં તે ઘણાં નવા મિત્રોને મળી શકતો હતો અને ઘણી નવી બાબતો શીખી શકતો હતો.

‘અંગ્રેજી શાળાઓ બહુ સારી હોવાનું માનવામાં આવે છે,’ યાસિનના મમ્મીએ કહ્યું.

‘અને તું કેટલીક રોમાંચક બાબતો શીખીશ અને તારું અંગ્રેજી બહુ ઓછાં સમયમાં વધારે સારું થશે,’ તેના પપ્પાએ ખાતરી આપતા કહ્યું.

યાસિનને હજુ પણ ખાતરી ના થઇ, પરંતુ જ્યારે એન્ડ્ર્યુએ પોતાના હસતા ચહેરા સાથે તે દિવસે સવારે બારણું ખખડાવ્યું અને કહ્યું કે શાળામાં કેટલી મજા આવવાની હતી, યાસિનને વધારે સારું લાગ્યું કારણ કે તેને પોતાના મિત્રના કહેવા પર વિશ્વાસ હતો.

બ છોકરાઓએ શાળાના ઝાંપે પહોંચતા સુધી રસ્તામાં બહુ વાતો કરી: એન્ડ્ર્યુએ યાસિનને રમતના મેદાન વિશે અને કોણ શ્રેષ્ઠ શિક્ષક હતું અને કયા છોકરાઓ સાથે બહુ મજા આવતી હતી અને કઇ છોકરીઓ બહુ સુંદર હતી અને તેઓને લંચ વખતે અવારનવાર કેટલી વાર કસ્ટર્ડ પુડિંગ પિરસવામાં આવતી હતી જેવી ઘણી બાબતો માટે જણાવ્યું. યાસિન કસ્ટર્ડ વિશે કંઇ જાણતો ન હતો, પરંતુ એન્ડ્ર્યુ તેના માટે બહુ રોમાંચિત હતો તેથી યાસિને વિચાર્યું કે તેનો સ્વાદ અચૂક બહુ સરસ હોવો જોઇએ.

પરંતુ જ્યારે છોકરાઓને પોતાના વર્ગમાં જવાનું હતું ત્યારે, યાસિને ધારેલા કરતા કંઇક વિપરિત જ થયું. શિક્ષકે યાસિનની ઓળખાણ અન્ય બાળકોને કરાવી ત્યારે તેણીએ એન્ડ્ર્યુને વર્ગની આગળની હરોળમાં બેસવા કહ્યું. યાસિનને વર્ગ સામે ઊભા રહેવાનું ગમ્યું નહિ અને એક છોકરાએ બૂમ પાડી કે યાસિન એક સુગંધીદાર વિદેશી હતો. બધાં છોકરાઓ અને છોકરીઓ હસી પડ્યા, અને પછી બીજા એક છોકરાએ યાસિનના સ્વરમાં રમૂજ કરી જ્યારે યાસિનને પોતાનું નામ અને પોતે ક્યાંથી આવ્યો તે કહેવાનું જણાવવામાં આવ્યું.

‘હું તેને સમજી શક્યો નહીં, મિસ. તે અંગ્રેજી પણ બોલી શકતો નથી,’ તોફાની બાળકે કહ્યું.

અંતે યાસિનને વર્ગના પાછળના ભાગે બેસવાની છૂટ આપવામાં આવી, પરંતુ યાસિને ઇચ્છ્યું કે તેને એન્ડ્ર્યુની બાજુમાં બેસવા દેવામાં આવે કારણ કે તેને વર્ગમાં બહુ એકલવાયું લાગ્યું. યાસિનની બાજુમાં બેસેલી છોકરી યાસિન સામે વિચિત્ર રીતે ધારીને જોતી રહી જેનાથી યાસિનને અગવડભર્યું લાગ્યું, અને એક લેશન દરમિયાન તેણીએ પોતાનો હાથ ઊંચો કર્યો અને શિક્ષકને પૂછ્યું કે શું તેણી જગ્યા બદલી શકતી હતી. યાસિન સમજી ના શક્યો કે તેણે તે છોકરીની લાગણી દુભાય એવું તે શું કર્યું હતું.

જ્યારે બેલ વાગ્યો ત્યારે રમતના મેદાનમાં જવાનો સમય થઇ ગયો હતો. તમામ બાળકોએ પોતાના પુસ્તકો બંધ કર્યા અને પોતાના કોટ્સ પહેર્યા અને રૂમના દરવાજા બહાર નીકળીને ચમકતા પાનખરના સૂર્યપ્રકાશમાં પહોંચ્યા. શિક્ષકે એક ક્ષણ માટે યાસિનને પાછળ રાખ્યો અને તેને તેના નામવાળો બેજ (બિલ્લો) આપ્યો જેને તેણીએ તેના જમ્પર પર પિન મારી દીધી.

‘હવે તું જઇ શકે છે,’ તેણીએ હસતા ચહેરે કહ્યું. ‘હવે તમામ બાળકો તારું નામ જાણી શકશે.’

યાસિને વિચાર્યું કે બેજ બેહુદો લાગતો હતો, અને જ્યારે તે રમતના મેદાનમાં ગયો ત્યારે તમામ બાળકો તેની તરફ આંગળી દેખાડીને હસવા લાગ્યા.

‘તું એક છોકરીનું નામ ધરાવે છે,’ વાંકુડિયા ગૌરવર્ણના વાળવાળા નાના છોકરાએ કહ્યું.

યાસિન એ સમજાવવા ઇચ્છતા હતા કે તે કોઇ છોકરીનું નામ ન હતું પરંતુ તે બહુ ગભરાતો હતો કારણ કે તમામ બાળકો તેની સામે આંગળી ચીંધતા અને હસતા હતા. જ્યારે યાસિન ગભરાયો ત્યારે તેનું અંગ્રેજી બહુ સારું ન હતું અને તેના શબ્દો હંમેશા તેના ગળામાં ચોંટી જતા હતા. તે બહુ દુઃખી થયો અને રમતના મેદાનમાંથી બહાર ભાગી જઇને પોતાની મમ્મી અને પપ્પા પાસે જવા ફરી ક્યારેય શાળામાં પરત ન આવવા ઇચ્છતો હતો. પરંતુ તે જ્યારે દોડવાની તૈયારીમાં હતો ત્યારે, તેણે કોઇ પરિચિત અવાજ સાંભળ્યો.

‘યાસિન, કેવું છે.’ અને જ્યારે તેણે ઉપર જોયું તો એન્ડ્ર્યુ તેની બાજુમાં જમણે ઊભો હતો.

એન્ડ્ર્યુએ આસપાસ ભેગા થયેલા બાળકો પર નજર કરી અને તેનું માથું હલાવ્યું. ‘તમને બધાંને શું થયું છે?’ એન્ડ્ર્યુએ પૂછ્યું. ‘મેં મારા મિત્ર યાસિનને કહ્યું કે શાળા મજાની હતી. તમે સૌ કેમ તેનું પતન કરવા ઇચ્છો છો?’

‘તે જુદો જ છે,’ એક બહુ ઊંચી છોકરીએ કહ્યું જે બાળકોની ભીડ સામે ઊભી હતી.

‘તો તું પણ અલગ જ છે,’ એન્ડ્ર્યુએ કહ્યું. ‘તું આખી શાળામાં સૌથી ઊંચી છોકરી છે અને તને ગમતું નથી જ્યારે લોકો તારી મજાક ઉડાવે, શું તને ગમે છે?’

પછી એન્ડ્ર્યુએ વાંકુડિયા વાળવાળા છોકરા પર નજર કરી. ‘અને તને ગમતું નથી જ્યારે લોકો તને કહે કે તારા વાળ છોકરી જેવા છે,’ એન્ડ્ર્યુએ તે છોકરાને કહ્યું. ‘આપણે સૌ જુદા છીએ અને તે જ આપણને રોમાંચક બનાવે છે. એ જીવન કેવું હશે જો આપણે સૌ એકબીજા જેવા સરખા હોઇએ?’

બાળકો વચ્ચે શાંતિ છવાઇ ગઇ.

પછી યાસિને પોતાનું માથું ઊંચું કર્યું. ‘કંટાળાજનક,’ તેણે હસતા ચહેરે કહ્યું.

‘તે સાચી વાત છે!’ એન્ડ્ર્યુએ ઉદગાર કાઢીને પોતાના મિત્રનું હાસ્ય પરત કર્યું. ‘તદ્દન કંટાળાજનક!’

અને તે સાથે તમામ બાળકો હસવા માંડ્યા.

‘તદ્દન કંટાળાજનક,’ તેઓ એકબીજાની સાથે બોલી ઉઠ્યા.

એન્ડ્ર્યુ એ સમજાવવા આગળ વધ્યો કે તેણે કેવી રીતે યાસિન સાથે ઉનાળો વિતાવ્યો હતો, તેઓએ સાથે મળીને કેવી રીતે કેમ્પ બનાવ્યો અને ઉદ્યાનમાં રમ્યા, અને યાસિનની ચડિયાતી પસંદગી સુપરમેનની સામે બેટમેન પર કેમ થઇ, અને તે ખરેખર કેવી રીતે જુદો હતો કારણ કે તેને હોટડોગ્સ પણ ગમતા ન હતા!

બધાં બાળકો થોડીક વધારે વાર હસ્યા અને જલદી દરેક બાળક એવી વાતો કરવા લાગ્યું જે તેઓને એકબીજાથી જુદું પાડતું હતું. પીટર જેનકિન્સે પોતાના જમ્પર પણ ઊંચા કર્યા અને પોતાના પેટના આગળના ભાગે રહેલું મોટું જાંબલી રંગનું જન્મચિહ્ન દરેક વ્યક્તિને બતાવ્યું.

‘હવે આ એ છે જેને હું જુદું કહું છું,’ તેણે ખૂબ આનંદિત થઇને કહ્યું. ‘હું શરત મૂકું છું કે તમારામાંથી કોઇને પણ મારા જેવું જન્મચિહ્ન નહિ હોય!’

જ્યારે બ્રેક ટાઇમ (રિસેસનો સમય) પૂરો થયો ત્યારે, એન્ડ્ર્યુએ પોતાના હાથ વર્ગમાં ઊંચા કર્યાં અને શિક્ષકને ભલામણ કરી કે તેઓએ એ લેશન શીખવામાં સમય વિતાવવો જોઇએ કે દરેક વ્યક્તિ બીજી દરેક વ્યક્તિથી કેટલી જુદી હતી અને તેના મિત્ર યાસિનની જેમ નવું જીવન શરૂ કરવા દુનિયાભરમાંથી લોકો કેવી રીતે ઇંગ્લેન્ડમાં આવ્યા.

શિક્ષક સંમત થયા કે એક અનોખી ઓળખ ધરાવતી વ્યક્તિ હોવું મહત્વનું હતું, અને તેણીએ એ પણ કહ્યું કે એ કેટલું મહત્વનું હતું કે આખું બ્રિટન આટલો બહુવિધ સંસ્કૃતિ ધરાવતો ટાપું હતો. યાસિને આ બે શબ્દો પોતાના પુસ્તકમાં લખ્યા અને પોતાની જાતને વચન આપ્યું કે તે બંને શબ્દોને તે શીખીને હંમેશા માટે યાદ રાખશે. તેણે પોતાના પુસ્તકમાં મિત્ર શબ્દ પણ લખ્યો. તે પહેલેથી મિત્ર શબ્દનો અર્થ જાણતો હતો, પરંતુ તે માત્ર તે શબ્દને લખવા ઇચ્છતો હતો કારણ કે તેને એન્ડ્ર્યુ જેવો મિત્ર હોવો બહુ નસીબવંતી વાત લાગી જે એ લોકો માટે આગળ આવ્યો અને તેણે તેઓનો અભિપ્રાય ના લીધો કારણ કે તેઓ માત્ર જુદા લોકો હતા.

Enjoyed this story?
Find out more here