KidsOut World Stories

સિયાળ અને સારસ Mary Smith    
Previous page
Next page

સિયાળ અને સારસ

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

Cloud logo

સિયાળ અને સારસ

 

 

  

 

 

 

 

 

એક જંગલમાં એક સિયાળ અને એક સારસ રહેતા હતા.

એક દિવસ સિયાળે સારસને પોતાના ઘરે જમવા બોલાવ્યું.

"સારસબેન, આવતીકાલે બાર વાગ્યે આવજો!" – સિયાળે કહ્યું.

સારસને બહુ આનંદ થયો. બીજા દિવસે તે સિયાળના ઘરે પહોંચી ગઈ.

સિયાળે સ્વાદિષ્ટ શાક બનાવ્યું. સિયાળે તેને એકદમ ચપટી થાળીમાં પીરસ્યું,

"વાહ! કેટલી સરસ સુગંધ આવે છે!" સારસે કહ્યું.

સારસે શાક ખાવા પ્રયત્ન કર્યો, પણ એક સમસ્યા આવી. તેની લાંબી ચાંચથી એક નાનો કણ પણ ઉઠાવી શકી નહીં. થાળી બહુ ચપટી હતી.

"અરે! કેટલી દુખદ વાત છે!" સિયાળ બોલ્યો. "હવે તારું ખાવાનું તો મારે જ પૂરું કરવું પડશે!"

સિયાળે બધું શાક ખાઈ નાખ્યું.

સારસ ઘરે ગઈ. તેને ભૂખ લાગી હતી.

"હંમ્મ્..." તેણે વિચાર્યું, "સિયાળ તો ખુબ ચાલાક છે. એને શીખ આપવા માટે હું શું કરું?

તેણે થોડું વધુ વિચાર્યું. "અરે હા!" તેણે કહ્યું, "મને એક વિચાર આવ્યો!"

તેણે પછી વળીને સિયાળને તેના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું.

કાલે બપોરે આવજો, શ્રીમાન સિયાળ,” તેણે કહ્યું.

પછી તે ઘેર ગઈ અને સ્વાદિષ્ટ સૂપ બનાવવા લાગી.

સિયાળ ખૂબ જ ખુશ થયો. બીજે દિવસે તે બપોરે બાર વાગ્યે સારસના ઘરે પહોંચી ગયો.

સૂપને લાંબી અને સીધી ગળાવાળાં વાસણમાં પીરસવામાં આવ્યું. સિયાળ સૂપ પી શક્યો નહીં અને તેને બહુ ભૂખ લાગી હતી.    

"અરે! કેટલી દુખદ વાત છે!" સારસ બોલી. "હવે તારું ખાવાનું તો મારે જ પૂરું કરવું પડશે!"

સારસે પોતાની લાંબી ચાંચ વાસણમાં નાખી અને બધું સૂપ પી ગઈ.

જેમ કરો તેમ ભરો!" સારસ ચીસ બોલી.

સિયાળ તેની પૂંછડી પગ વચ્ચે દબાવીને ઘેર પાછો ગયો.

Enjoyed this story?
Find out more here