KidsOut World Stories

જાદૂઈ ખીચડીની હાંડી Mary Smith    
Previous page
Next page

જાદૂઈ ખીચડીની હાંડી

A free resource from

Begin reading

This story is available in:

 

 

 

 

 

 

 

જાદૂઈ ખીચડીની હાંડી

 

 

 

 

 

 

 

 

 

એક ગરીબ છોકરી પોતાના મમ્મી સાથે શહેરમાં રહેતી હતી. તેઓ ભૂખ્યા હતા, પણ ખાવા માટે કશું જ નહોતું.

છોકરીએ કહ્યું, "હું જંગલમાં જઈને મશરૂમ્સ અને બેરિ ફળો શોધી લાવું છું."

ત્યાં છોકરીને એક વૃદ્ધ સ્ત્રી મળી. તેણે કહ્યું: "આ હાંડી લઈ લે. જ્યારે તું હાંડીને કહેશે: ‘હાંડી, ખાવાનું બનાવ!’ ત્યારે એ તારા માટે સ્વાદિષ્ટ ખીચડી બનાવશે. અને જ્યારે તું કહેશે: ‘હાંડી, હવે બંધ કર!’ ત્યારે એ ખીચડી બનાવવાનું બંધ કરી દેશે."

"આભાર, ઘણો બધો આભાર," છોકરીએ કહ્યું અને તે ભેટ લઈને ઘેર ગઈ.

ઘરે પહોંચીને છોકરીએ કહ્યું: "હાંડી, ખાવાનું બનાવ!"

ખીચડી મીઠી અને સ્વાદિષ્ટ હતી, અને થોડી વારમાં મમ્મી અને છોકરી બંનેના પેટ ભરાઈ ગયા.

"હાંડી, હવે બંધ કર!" છોકરીએ કહ્યું અને હાંડીએ ખીચડી બનાવવી બંધ કરી દીધી.

એક દિવસ છોકરી તેના મિત્રો પાસે મુલાકાત લેવા ગઈ. થોડી વાર પછી, તેની મમ્મીને ભૂખ લાગી, તો તેણે કહ્યું: "હાંડી, ખાવાનું  બનાવ!"

મમ્મીએ જમી લીધૂ, પણ જ્યારે તેનું પેટ ભરાઈ ગયું, ત્યારે તે હાંડીને બંધ કરવા માટેના સાચા શબ્દો ભૂલી ગઈ!

હાંડી ખીચડી બનાવતી રહી... અને બનાવતી રહી... અને બનાવતી રહી! રસોડું ખીચડીથી ભરાઈ ગયું! પછી જલ્દીથી આખું ઘર ખીચડીથી ભરાઈ ગયું! અને પછી રસ્તો અને પાડોશીનું ઘર પણ ખીચડીથી ભરાઈ ગયાં!

અંતે છોકરી પાછી ઘેર આવી.

"હાંડી, હવે બંધ કર!" છોકરી જોરથી બોલી.

હાંડીએ ખીચડી બનાવવી બંધ કરી દીધી, પણ લોકોને એમના ઘરમાં પાછા પ્રવેશ કરવા, બહુ વધારે ખીચડી ખાવી પડી!

Enjoyed this story?
Find out more here