ધી મેજીક પેઇન્ટ બ્રશ
A free resource from
KidsOut - the fun and happiness charity
This story is available in:
This story is available in:

એક ચીની લોકકથા

*
એક સમયે, મા લિયાન્ગ (Ma Liang) નામનો એક જુવાનિયો હતો. તે ગરીબ અને દયાળુ હતો અને તેને ચિત્રકામ એટલું બધું ગમતું હતું કે તે દરેક જગ્યાએ ચિત્રો દોરતો રહેતો. એક રાત્રે, તેને સ્વપ્નું આવ્યું કે એક વયોવૃદ્ધ માણસે તેને એક મેજીક પેઇન્ટબ્રશ આપ્યું અને તેને ગરીબ લોકોને મદદરૂપ થવા તેનો ઉપયોગ કરવા કહ્યું. જ્યારે તે જાગી ગયો ત્યારે, તેણે જોયું કે તેને મેજીક પેઇન્ટ બ્રશ તેના ટેબલ પર મળ્યું હતું.
તે દિવસથી, તેણે પેઇન્ટ બ્રશનો ઉપયોગ કર્યો જ્યારે પણ ગરીબ લોકોને મદદની જરૂર પડતી. જ્યારે તેણે જોયું કે લોકો પાસે ખેતરમાં વાપરવા પાણી ન હતું ત્યારે, તેણે એક નદી દોરી અને નદી જીવંત બની. લોકો નદીમાંથી પાણી ખેતરમાં લેવા લાગ્યા અને તેઓના પાકને વિકસવામાં મદદ મળી. જ્યારે તેમણે સખત મહેનત કરતા ખેડૂતોને પોતાના કુટુંબીજનોનું પોષણ કરવામાં સંઘર્ષ કરતા જોયા ત્યારે, તેણે તેઓના ખાવા માટે વધારે ખોરાક ઊભો કર્યો. જલદી ઘણાં લોકોએ મેજીક પેઇન્ટ બ્રશ વિશે જાણ્યું અને તેઓએ મા લિયાન્ગનો બહુ આભાર માન્યો.

પરંતુ ગામમાં, એક ધનાઢ્ય રહેતો જે દુષ્ટ હતો અને તેણે જુવાનિયા પાસેથી પેઇન્ટ બ્રશ ચોરવાનું નક્કી કર્યું જેથી કરીને તે તેનો ઉપયોગ વધારે પૈસાદાર બનવા કરી શકે. તેથી તેણે મેજીક પેઇન્ટ બ્રશ ચોરવા મા લિયાન્ગના ઘરે પોતાના નોકરોને મોકલ્યા.
એકવાર તેની પાસે પેઇન્ટ બ્રશ આવ્યું એટલે, તે બહુ ખુશ થયો અને તેણે પોતાના મિત્રોને પોતાના ઘરે આવવા નિમંત્રણ આપ્યું જેથી કરીને તે તેઓને પોતાના કબજાની નવી વસ્તુ દેખાડી શકે. તેણે પુષ્કળ ચિત્રો દોર્યા, પરંતુ તેમાંનું એકપણ ચિત્ર તેના માટે જીવંત થયું નહીં. તે બહુ ગુસ્સે થયો કે પેઇન્ટ બ્રશે તેના માટે કામ ન કર્યું તેથી તેણે મા લિયાન્ગને બોલાવ્યો.
તેણે જુવાનિયાને કહ્યું, "જો તું મારા માટે કેટલાક ચિત્રો દોરે અને તેને જીવંત બનાવે તો, હું તને મુક્ત કરીશ."
મા લિયાન્ગ આવી ખરાબ વ્યક્તિને મદદ કરવા ઇચ્છતો ન હતો, પરંતુ તેને એક વિચાર આવ્યો.

તેણે ખરાબ માણસને કહ્યું, "હું શું દોરું જે તમને ગમશે?"
ધનાઢ્યએ કહ્યું, "મને એક સોનાના પર્વતની ઇચ્છા છે. હું ત્યાં જઇને સોનું એકઠું કરીશ."
પરંતુ જુવાનિયાએ સૌથી પહેલા દરિયો દોર્યો.
ધનાઢ્ય બહુ ગુસ્સે થયો અને કહ્યું, "તેં દરિયો કેમ દોર્યો? મને સોનાનો પર્વત જોઇએ છે. ઝડપથી તે દોર!"
તેથી જુવાનિયાએ સોનેરી પર્વત દોર્યો જે દરિયાથી બહુ દૂર હતો.
ધનાઢ્યએ કહ્યું, "એક મોટું વહાણ ઝડપથી દોર. હું ત્યાં જઇને સોનું એકઠું કરવા ઇચ્છું છું."
જુવાનિયો શાંતિથી હસ્યો અને એક મોટું વહાણ દોર્યું. ધનાઢ્ય વહાણમાં કૂદી ગયો અને સોનું શોધવા પ્રસ્થાન કર્યું પરંતુ જ્યારે વહાણ દરિયાની મધ્યમાં પહોંચ્યું ત્યારે, મા લિયાન્ગે એક વિશાળ મોજુ દોર્યું જેણે વહાણને તોડી પાડ્યું અને ધનાઢ્ય ફરી ક્યારેય ગામમાં જોવા મળ્યો નહીં.
ત્યાર પછી, જુવાનિયો પોતાના કુટુંબ સાથે સુખચેનથી રહેવા લાગ્યો અને ગરીબ લોકોને મદદરૂપ થવા મેજીક પેઇન્ટ બ્રશનો ઉપયોગ કર્યો જેમ કે વયોવૃદ્ધએ તેને કરવા કહ્યું હતું અને દરેક વ્યક્તિએ મેજીક પેઇન્ટ બ્રશને જાણ્યું અને તેઓને પ્યારું થયું.
Enjoyed this story?