હરણ અને ચિત્તો
A free resource from
KidsOut - the fun and happiness charity
This story is available in:
This story is available in:
એક બ્રાઝિલિયન વાર્તા

*
હરણ નદીના કિનારેથી પસાર થઈ જંગલ તરફ ચાલ્યો. "અરે, આ શું જીવન છે મારું? ન કોઈ ઘર છે. કદાચ હવે મારે ઘર બાંધવું જોઈએ. અહી તો જગ્યા સરસ લાગે છે."
હરણ ત્યાંથી આગળ વધ્યો.
થોડીવારમાં, નદીના કિનારે ચિત્તો ધીમી ચાલે જંગલમાં આવી રહ્યો હતો. એ પણ એ જ જગ્યાએ પહોંચ્યો:
"આ શું જીવન છે મારું? કદાચ એક દિવસ હું પણ વસી જાવું અને મારા માટે ઘર બનાવું. અહીં તો જગ્યા સરસ લાગે છે."
અને ચિત્તો ત્યાંથી આગળ ચાલ્યો ગયો.
હરણ પાછું આવ્યું, અને પોતાની સુંદર શિંગોથી તેણે ઝાડઝાંખર સાફ કર્યું, ઝાડો દૂર કર્યા અને ઘર બનાવવા માટે જમીન સમતળ કરી. પછી તે ફરી જંગલમાં અંદર ચાલી ગયું.
હવે ચિત્તો આવ્યો: "આ તો એ જ જગ્યા છે જ્યાં હું મારું ઘર બનાવવાનું વિચારી રહ્યું હતો, પરંતુ જમીન તો પહેલેથી સાફ અને સમતળ થઈ ગઈ. નિશ્ચિતરૂપે ભગવાન તુપાને આ જગ્યાને આશીર્વાદ આપ્યો છે. અહીં જ હું મારું ઘર બનાવિશ." અને ઉત્સાહપૂર્વક, ચિત્તાએ જમીન વધુ સમતળ કરી, પોતાનાં માટે એક ચમકતો અને મજબૂત માળ તૈયાર કર્યો — જેના માટે તેણે પોતાના દાંતથી મદદ લીધી — અને પછી તે પણ જંગલમાં અંદર ચાલ્યો ગયો.
હરણ પાછું આવ્યું: ‘અહીં તો એક ચમકતો અને મજબૂત માળ બનેલો છે. નિશ્ચિતરૂપે ભગવાન તુપાને મારી મદદ કરી છે.’ અને નવા ઉત્સાહથી, હરણે ઘરની દિવાલો બનાવી. જ્યારે તેનું કામ પૂરું થયું, ત્યારે હરણ ફરીથી જંગલમાં અંદર ચાલી ગયું.

હવે ચિત્તો આવ્યો: ‘ભગવાન તુપાને તો મારા ઘરની દિવાલો બનાવી દીધી છે. હવે હું છત બનાવીશ.’
અને તાકાતવર ચિત્તાએ છત બનાવી, અને જ્યારે તે પૂરી થઈ ગઈ, ત્યારે તે જંગલમાં આગળ વધી ગયો.
હરણે જોયું કે છત તૈયાર થઈ ગઈ છે: ‘ભગવાન તુપાને તો ખરેખર મને આશીર્વાદ આપ્યો છે.’
ઘરની અંદર, હરણે બે રૂમ બનાવ્યાં: એક પોતાને માટે અને એક તુપાન માટે. એ એક રૂમમાં ગયો, આરામ કર્યો અને અંધારું પડતા તે ઊંઘી ગયો.
હવે ચિત્તો પાછો આવ્યો અને જોયું કે ઘરમાં બે રૂમ હતા:
‘તુપાને પોતાના માટે રૂમ બનાવ્યો છે, જેથી તે ઘર મારી સાથે શેયર કરી શકે.’
એ બીજા રૂમમાં ગયો અને ઊંઘી ગયો.
હરણ અને ચિત્તો એ જ ઘરમાં આખી રાત ઊંઘ્યા. સવાર થતા બંને જાગ્યા.
હરણે ચિત્તાને જોયો. ચિત્તાએ હરણને જોયુ: ‘શું તે મારા ઘરને બનાવવામાં સહાય કરી હતી?’‘હા, મેં કરી હતી. શું તે મારા ઘરને બનાવવામાં સહાય કરી હતી?’
‘હા, મેં પણ કરી હતી.’
આ રીતે હરણ અને ચિત્તા થોડા સમય માટે સહમતીથી એક જ ઘરમાં રહેતા હતા...

ચિત્તો ભૂખ્યો હતો: ‘આગ પ્રગટાવ. ઉકાળવા માટે હાંડી મૂક. હું શિકાર પર જઈ રહ્યો છું.’ અને ચિત્તો ઘર છોડીને ગયો. હરણે આગ પ્રગટાવી અને પાણી ઉકાળવા હાંડી મૂકી.
ચિત્તાએ એક હરણ શોધ્યું, પકડ્યું અને મારી નાખ્યું. એ હરણને ઘરે લઈને આવ્યો. તે હરણને રાંધવા લાગ્યો. જ્યારે હરણે જોયું કે ચિત્તો શું રાંધે છે, ત્યારે એને દુઃખ થયું.
ચિત્તાએ ખાવુંનું શરૂ કર્યું. હરણ ડર્યું હતું અને કશું ખાધું નહીં. હરણ પોતાના ઓરડામાં ગયું અને ઊંઘવાનો પ્રયાસ કર્યો.
ચિત્તો પણ પોતાના ઓરડામાં ગયો.
આખી રાત હરણએ આંખ ખુલ્લી જ રાખી- ડરના લીધે કે ચિત્તો પાછો આવશે અને એને ખાઈ જશે.
*
સવારે હરણે ચિત્તાને કહ્યું: "આગ પ્રગટાવ. હાંડી ચડાવ. પાણી ઉકાળ. હું શિકાર કરવા જાઉં છું."
હરણ જંગલમાં ગયો. ત્યાં એણે એક વૃક્ષની છાલ પર પોતાના નખો તીક્ષા કરી રહેલો બીજો ચિત્તો દેખાયો.
હરણ આગળ વધ્યું જ્યાં સુધી તેને તમાંદુઆ એન્ટીટર મળ્યો નહિ.
“એ ચિત્તાએ તારા વિશે ખરાબ વાતો કરી હતી.”

તમાંદુઆ ગુસ્સે થયો. એ તરત જ પોતાના મજબૂત અને તીક્ષ્ણ નખો વડે ચિત્તા પર તૂટી પડ્યો. જયારે ચિત્તો મરી ગયો, ત્યારે તમાંદુઆ ત્યાંથી ચાલ્યો ગયો. હરણ એ મરેલા ચિત્તાને ઘરે લઈ ગયો.
જ્યારે ચિત્તાએ જોયું કે હરણ શું રાંધી રહ્યો હતો, ત્યારે તેને ડર લાગી ગયો. તે હરણને તે ભોજન ખાતું જોઈ શક્યો નહીં, એટલા માટે તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પણ હકીકતમાં, જેમ તમે જાણો છો, હરણ ક્યારેય ચિત્તાનું માંસ ખાતું નથી.
હવે હરણ પણ તેના રૂમમાં ગયો. હરણ ઊંઘી નઈ શકયો. તેને ડર લાગતો હતો કે ચિત્તો રાત્રે આવશે અને એને ખાઈ જશે.
ચિત્તો પણ ઊંઘી ન શક્યો. તેને પણ ડર લાગતો હતો કે રાત્રે હરણ આવીને એને મારી નાખશે. છેલ્લે ચિત્તાની આંખ લાગી અને એ ઊંઘી ગયો.
છેલ્લે હરણની પણ આંખ લાગી અને એ ઊંઘવા લાગ્યું. અને જ્યારે તેનું માથું ઝુક્યું, ત્યારે એના શિંગો દિવાલ સાથે અથડાયા અને મોટો અવાજ થયો. ચિત્તો તરત જાગી ગયો, ડરી ગયો કે હરણ એની પર હુમલો કરવા આવી રહ્યો છે. એને ભયથી જોરથી બૂમ પાડી!
હરણને લાગ્યું કે ચિત્તો એને મારવા આવી રહ્યો છે.
હરણ ઘરમાંથી દોડી ભાગી ગયો! ચિત્તો પણ ઘરમાંથી દોડી ભાગી ગયો! બંને વિપરીત દિશામાં ભાગી ગયા. અને ત્યારથી આજ સુધી ચિત્તો અને હરણ એકસાથે ક્યારેય નથી રહ્યા.
Enjoyed this story?